- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
- ડીસામાં પણ કોરોના વાયરસના કેસ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન
- ડીસામાં જરૂરિયાત સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રહેશે
બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે વધતા જતા સંક્રમણના કારણે કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને લોકોએ કરેલી ભીડના કારણે હાલમાં એક બાદ એક બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 200થી પણ વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને લઇ ચિંતામાં મૂકાયું છે અને તેને અટકાવવા માટેના હાલ તમામ પ્રકારના પ્રયાસો શરૂ કર્યા છે સતત વધતા જતા કોરોનાવાયરસના કેસોના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ડીસામાં કોરોનાનો કહેર યથાવત, નગરપાલિકા બંધ રાખવા રિજનલ મ્યુનિસિપાલીટી કમિશ્નરને રજૂઆત કરાઈ
જિલ્લામાં ભયનો માહોલ
હાલમાં જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈ અનેક લોકો કોરોનાવાયરસના કેસોમાં મૃત્યુને પણ ભેટે છે. સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને લઇ હાલમાં સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોનાવાયરસના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. લોકોના વધેલા સંક્રમણના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ પણ કોરોના વાયરસની વિકટ બનતી જાય છે દિવસે ને દિવસે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થયો છે તેને લઈને હાલમાં અને તાલુકાઓમાં સ્થાનિક લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નેનાવા ધાનેરા પાલનપુર અને ડીસામાં વેપારીઓએ જાતે જ પોતાના ધંધા-રોજગાર બંધ કરી લોકડાઉન જાહેર કર્યું છે જેના કારણે જે પ્રમાણે સતત કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને અટકાવી શકાય.