ETV Bharat / state

ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ન મળતા મોત - corona case

ડીસા સિવિલ હોસ્પિટલમાં એક સાથે કોરોના પોઝિટિવ 7 દર્દીઓના ઓક્સિજન તેમજ સમયસર સારવારના અભાવે મોત નિપજયાના સમાચાર મળતાની સાથે જ મૃતકોના પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો કે, પરિવારજનો હોબાળો મચાવે તે અગાઉ જ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ના મળતા મોત

author img

By

Published : Apr 29, 2021, 10:54 AM IST

  • ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અને સારવારના અભાવે પાંચથી વધુના મોત
  • હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોઇ જ દરકાર લેવામાં આવતી ન હોવાનો આક્ષેપ
  • ડીસા સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવેલા ઇન્જેક્શનની તપાસ કરવા માગ
  • દર્દીઓના મોતના સમાચાર મળતા પરિવાર સિવિલ હોસ્પિલ પહોંચ્યો
  • પરિવાર હંગામો ન મચાવે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે હાલમાં કોરોના દર્દીઓને સારવાર ન મળતાં મોત નિપજ્યા હોવાના સમાચાર સામે મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે અને સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ અછતના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓના મોત પણ નિપજી ચૂક્યા છે. ડીસામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ થઈ ચૂક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે એક બાદ એક કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે. ત્યારે આ બાબતે સરકાર ધ્યાન આપે તો હજુ પણ ઓક્સિજન સમયસર મળી રહે તો અનેક લોકોના મોત થતા અટકી શકે તેમ છે.

ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ના મળતા મોત
ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ના મળતા મોત

આ પણ વાંચોઃ ઓક્સિજન ન મળતા સિવિલ કેમ્પસમાં જ કોરોના સંક્રમિત મહિલાનું મોત

ડીસા શહેરની ખાનગી હોસ્પિટલ્સ તેમજ સરકારી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીએ માઝા મૂકી છે, તેમજ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ડીસા શહેરની ખાનગી હોસ્પિટલ્સ તેમજ સરકારી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં સમયસર સારવાર, ઓક્સિજન તેમજ ઇન્જેક્શનના અભાવે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ડીસા શહેરમાં ચાર દિવસ અગાઉ જ એક જ દિવસે 5 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોરોના પોઝિટિવ વ્યક્તિઓ ઓક્સિજનનો અભાવ તેમજ સમયસર સારવાર અને આરોગ્ય તંત્ર દ્વારા દરકાર લેવામાં ન આવતા 7 લોકોના મોત નિપજયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે મૃતક પરિવારને એક પછી એક જાણ થતાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે પરિવારના સભ્યો હોબાળો ન મચાવે તે માટે ડીસા શહેર પોલીસ મથકના PSI સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ડીસા શહેરમાં આવેલી ખાનગી ICUમાં પણ 5 લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી હતી

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતાં ઑક્સિજનની સર્જાયેલી ઘટનાને પગલે હવે દર્દીઓના એક પછી એક મોત થતાં હોવાની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ ઘટનાને પગલે હવે પરિસ્થિતિ કાબૂ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓક્સિજનની ઘટથી થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે ડીસા શહેરમાં આવેલા ખાનગી ICUમાં પણ 5 લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી હતી. છેલ્લા ચાર દિવસથી આ દર્દીઓને ડીસાની ખાનગી ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. કોરોનાના આ દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમણે ઑક્સિજનની જરૂર હતી. પરંતુ ઑક્સિજનની ઘટ હોવાના લીધે અગાઉ તેમણે ધાનેરાથી ઑક્સિજન લાવીને આપવામાં આવ્યો હતો. ત્યારે અચાનક હોસ્પિટલમાં ઑક્સિજનનું લેવલ ઘટી જતાં આ દર્દીઓના મોત નિપજ્યા છે.

આ પણ વાંચોઃ મહેસાણા કોવિડ સેન્ટરમાં સારવાર અને ઓક્સિજન ન મળતા દર્દીનું મોત

ચાર દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓના ઑક્સીજન ના મળવાથી મોત નિપજ્યાં છે

ખાનગી ICUમાં મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ચાર દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓના ઑક્સીજન ના મળવાથી મોત નિપજ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસને લઈ પરિસ્થિતિ હવે કાબૂ બહાર પહોંચી ગઈ છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકડા જોઈને લોકો દહેશત અનુભવી રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા લેવામાં આવતા RT-PCR ટેસ્ટના પોઝિટિવ આંકડા કરતાં હવે મૃત્યુઆંક વધી ગયો છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવે તો જ દર્દીઓ બચી શકે તેમ છે. નહિતર હજુ પણ દર્દીઓના મોતની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.