ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Updates: બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાના કારણે તબેલાના પતરા ઉડાડ્યા, પશુઓ થયા ઈજાગ્રસ્ત - Biperjoy uproots signboards injures cattle

ડીસા તાલુકામા બીપરજોય વાવાઝોડાના કારણે બીજા દિવસે પણ નુકસાનની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. તાલેપુરા ગામે એક ખેતરમાં તબેલાના પતરા ઉડીને વાગતા એક ભેંસ ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે પશુપાલકને પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

cyclone-biparjoy-landfall-updates-cyclone-biperjoy-uproots-signboards-injures-cattle

author img

By

Published : Jun 16, 2023, 7:39 PM IST

વાવાઝોડાએ તાબેલના પતરા ઉડાડ્યા

બનાસકાંઠા: ડીસા તાલુકાના તાલેપુરા ગામે આજે વહેલી સવારે વાવાઝોડાને પગલે જોરદાર પવન ફૂંકાયો હતો. ભારે વાવાઝોડાની અસરથી ખેતરમાં રહેતા કરસનભાઈ પ્રજાપતિના તબેલાના શેડના પતરા હવામાં ઉડવા લાગ્યા હતા. સિમેન્ટના 25થી 30 જેટલા પતરા હવામાં ઉડીને ભેંસો પર પડતાં એક ભેંસને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા.

ભેંસ ઇજાગ્રસ્ત: વાવાઝોડું રોકાયા બાદ પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતોએ ટુકડા થયેલા સિમેન્ટના પતરાને સાઈડમાં ઢગલો કરી ભેંસોને તબેલામાંથી ખેતરમાં છોડી મૂકી હતી. ઇજાગ્રસ્ત ભેંસને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે પશુપાલકની અંદાજી 1 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે છે ઠેર-ઠેર થઈ રહેલા નુકસાનના કારણે ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો ભયભીત બન્યા છે.

'આજે જે બીપોર જોઈએ વાવાઝોડું આવ્યું તેમાં અમારા તબેલાના પતરા ઉડયા હતા અને તબેલાના પતરા ઉડતા તબેલામાં બાંધેલી ભેંસને પતરું વાગ્યું હતું. જોકે સદનસીબે ભેંસને થોડી ઇજા થઈ હતી અને ભેંસ બચી ગઈ છે. અન્ય પશુઓ પણ હવે કયા બાંધવા તે પણ એક મુશ્કેલી થઈ છે. તેથી બધા પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે તેથી અમારી માંગ છે કે સરકાર સર્વે કરી સત્વરે સહાય કરે.' -કરશનભાઈ પ્રજાપતિ, ખેડૂત

જાનહાનિ ટળી: સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાથી મકાન માલિકને અંદાજિત એક લાખ રૂપિયાથી વધુનુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ગામના રાજકીય આગેવાન મોહનભાઈ જોશી અને તલાટી તેમના ઘરે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરાવી હતી.

  1. Cyclone Biparjoy Landfall Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી
  2. Cyclone Biparjoy Landfall Impact: વડોદરામાં મહાકાય વડનું ઝાડ ધરાશાયી, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
  3. Cyclone Biparjoy Landfall Impact : દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમર ડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.