ETV Bharat / state

માનપુરીયા દૂધમંડળીના ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળ્યાં, કરી તાળાબંધી - માનપુરીયા ડેરી

ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી માનપુરીયા દૂધમંડળીના મંત્રીની મનમાની સામે પશુપાલકોએ બાંયો ચડાવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતાં કંટાળેલા પશુપાલકોએ 2 દિવસ અગાઉ મંડળીને તાળું મારી દીધું હતું. આજે તમામ પશુપાલકોએ મંડળી આગળ દૂધ ઢોળી મંડળીના મંત્રી સામે રોષ ઠાલવ્યો હતો.

માનપુરીયા દૂધમંડળીના ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળ્યાં, કરી તાળાબંધી

author img

By

Published : Apr 7, 2021, 6:22 PM IST

  • અમીરગઢની માનપુરીયા દૂધમંડળીના ગ્રાહકોએ દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો
  • મંત્રીની મનમાની સામે ગ્રાહકોએ બે દિવસથી મંડળીને તાળું માર્યું છે
  • ગ્રાહકોને હકનો નફો નહીં મળે ત્યાં સુધી તાળું નહીં ખુલે

    અમીરગઢઃ બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલન પણ કરે છે. ખેતી કરતાં પણ વધુ દૂધની આવક થતી હોવાના કારણે મોટાભાગના ખેડૂતો પશુપાલન તરફ વળ્યાં છે. સતત વધેલા પશુપાલનના કારણે બનાસકાંઠા જિલ્લામાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ખેડૂતોને ખેતીમાં એકતરફ નુકસાન થઈ રહ્યું છે ત્યારે પશુપાલનનો વ્યવસાય શરૂ કરતાં હાલમાં સારી એવી કમાણી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે પ્રગતિ થતાં બનાસકાંઠા જિલ્લાનું નામ દેશવિદેશમાં ગૂંજતું થયું છે. પરંતુ ક્યારેક પશુપાલકોને ડેરીના કે મંડળીના મંત્રીની મનમાનીના કારણે પરેશાન થવું પડે છે. ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં પશુપાલકોને હેરાન ન થવું પડે.

આ પણ વાંચોઃ એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો

ગ્રાહકોને હજુ સુધી કોઈ જ નફો ન આપવામાં ન આવતા રોષે ભરાયાં

અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે આવેલી દૂધમંડળીના પશુપાલક ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળી ગયા છે. સહકારી દૂધ મંડળીમાં નિયમ મુજબ સ્થાનિક મંડળીનો નફો અને સંઘનો નફો દર વર્ષે ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. પરંતુ આ દૂધમંડળીમાં ગ્રાહકોને હજુ સુધી કોઈ જ નફો ન આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયાં હતાં. આ મામલે સ્થાનિક પશુપાલકોએ બનાસ ડેરી સુધી ઉચ્ચસ્તરે વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા ગ્રાહકોએ બે દિવસ અગાઉ દૂધમંડળીને તાળું મારી દીધું હતું. જોકે તાળું માર્યાના બે દિવસ વીતવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં આજે આ મંડળીના તમામ ગ્રાહકોએ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી ગ્રાહકોને પોતાના હકનો નફો નહીં મળે ત્યાં સુધી દૂધમંડળીનું તાળું નહીં ખોલવાની ચીમકી ઉચ્ચારી છે.

હકનો નફો નહીં મળે ત્યાં સુધી તાળું નહીં ખુલે

કોરોના મહામારી બાદ કેટલાય લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેમાં પશુપાલકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે માનપુરીયા દૂધમંડળીને બે દિવસથી તાળું મારી દેવાતાં તમામ ગ્રાહકોને દૂધ ક્યાં વેચવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. દૂધ ન વેચાતા ગ્રાહકોને મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે બનાસ ડેરીએ તાત્કાલિક ધોરણે માનપુરીયા દૂધમંડળીના ગ્રાહકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તેમની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ તેવી પશુપાલકોની માગ છે. જ્યાં સુધી તેમની તમામ માગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ મંડળીનું તાળું ખોલવામાં આવશે નહીં તેમ પશુપાલકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ એશિયાની નંબર વન બનાસ ડેરીની નવી પહેલ, વરાળમાંથી ઉત્પન્ન કરશે દિવસનું 120 લીટર પાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.