ETV Bharat / state

કાંકરેજમાં 2015માં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ - banaskantha news

ડીસાના એડીશનલ સેશન્સ કોર્ટનો સમાજમાં દાખલારૂપ ચુકાદો સામે આવ્યો છે. જેમાં કાંકરેજમાં વર્ષ 2015માં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા આપવામાં આવી છે.

કાંકરેજમાં 2015માં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ

author img

By

Published : Apr 1, 2021, 9:48 PM IST

  • ડીસાના એડીશનલ સેસન્સ કોર્ટનો દાખલારૂપ ચુકાદો
  • બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો
  • શિહોરી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી હતી
  • આરોપીને ડીસા કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

બનાસકાંઠાઃ જિલ્લાને અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટ, અપહરણ, હત્યા, આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલીકવાર કાયદાઓ દ્વારા આપવામાં આવતી સજાઓના કારણે અનેક ઉદાહરણ સમાજમાં જોવા મળે છે. આવી ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે.

ડીસાના એડીશનલ સેસન્સ કોર્ટનો દાખલારૂપ ચુકાદો

આ પણ વાંચોઃ તાલાલાની સગીરા પર દુષ્‍કર્મનો મામલોઃ પોસ્કો કોર્ટે આરોપીઓને 14 વર્ષની કેદ અને 17,000નો દંડ ફટકાર્યો

સિહોર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી હતી

સમાજમાં નાની વયની દિકરીઓ સાથે વધતી જતી અત્યાચારની ઘટનાઓને ગંભીરતાથી લઈ ડીસાની નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે, 6 વર્ષ બાદ કોર્ટના ન્યાયરૂપ ચુકાદાથી પીડિતના પરિવારને પણ ન્યાય મળ્યાનો એહસાસ થયો છે.આ સમગ્ર કેસની વિગત જોઈએ તો કાંકરેજ તાલુકાના એક ગામમાં 6 વર્ષ અગાઉ એટલે કે 9-7-2015ના રોજ ફરીયાદી તથા તેનો દિકરો કરીયાણું લેવા ગયા હતા અને ફરિયાદીની પત્નિ બાજુમાં ઘાસચારો લેવા ગઈ હતી. આ સમયે તેમની 16 વર્ષીય સગીરા સહિત ત્રણ બાળકો ખેતરમાં આવેલા ઓરડીમાં રમતા હતા તે દરમિયાન આ 16 વર્ષીય સગીરાને ટીનાજી લાલજી ઠાકોર નામનો શખ્સ એક સફેદ ગાડીમાં લઈ ગયો હતો. માતા-પિતા ઘરે આવતા દિકરી ઘરમાં ન મળતાં તેમના પિતાએ પોતાની દિકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે શિહોરી પોલીસે આરોપી વિરૂદ્ધ IPC કલમ 363, 366 અને પોક્સો એક્ટ કલમ 3(સી) 4 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

કાંકરેજમાં 2015માં સગીરાનું અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ

આ પણ વાંચોઃ મહેસાણામાં સગીરા પર દુષ્કર્મ કરનારા આરોપીને 10 વર્ષની કેદ

ડીસા કોર્ટનો સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તેવી આરોપીને સજા અપાઈ

આ સમગ્ર ઘટનામાં પોક્સો એક્ટ મુજબનો ગુનો બનતો હોઈ સ્પે. પો. કે. નં. 4-2017 ડીસાના એડિશનલ સેશન્સ જજ બી. જી. દવે સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ નિલમબેન એસ. વકીલ (બ્રહ્મભટ્ટ)એ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને આવુ કૃત્ય કરનારને સમાજમાં છુટો મુકી શકાય નહી તેવી ધારદાર દલીલોને ધ્યાને લઈ પોક્સો એક્ટ અંતર્ગત આરોપીને 10 વર્ષની સજા તેમજ ભોગ બનનાર સગીરાને 10 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. તેમજ દર માસે 15 હજાર રૂપિયા ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.