ETV Bharat / state

અંબાજી ST ડેપોમાં 370 ડ્રાઈવર કન્ડક્ટરો માટે કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું - Health worker

ગુજરાત જ નહી પણ સમગ્ર ભારતમાં કોરોના રસી આપવા માટે સરકાર પ્રક્રિયા ઝડપી કરી છે ત્યારે ગુજરાત ST નિગમના અંબાજી બસ સ્ટેન્ડમાં પણ કોરોના રસી મુસાફરો લે તે માટે એક અનોખી પહેલ શરુ કરી છે.

corona
અંબાજી ST ડેપોમાં 370 ડ્રાઈવર કન્ડક્ટરો માટે કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું
author img

By

Published : Apr 5, 2021, 7:03 PM IST

  • અંબાજીમાં ડ્રાઇવરો-કન્ડક્ટરોએ મુસાફરોને કોરોના રસી લેવા કરી અપીલ
  • અંબાજીમાં 370 ડ્રાઈવર-કન્ડક્ટરોને આપવામાં આવશે કોરોના રસી
  • આરોગ્ય કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા

બનાસકાંઠા : અંબાજી ST ડેપો પરથી ઉપડતી બસોમાં કન્ડક્ટરો દ્વારા ST બસમાં બેઠેલા તમામ મુસાફરોને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે 45 વર્ષ થી વધુ ઉંમરના તમામ લોકો રસી લે તે માટે એક સંદેશો આપ્યો હતો, એટલું જ નહીં ST કંટ્રોલ રૂમથી પણ લોકો રસી લેવા માટેની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યમાં આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો : બારડોલીમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

આરોગ્ય કર્મચારી જોડાયા આ અભિયાનમાં

કન્ડક્ટરોએ મુસાફરોને કોરોનાની ગાઇડલાઇન સમજાવી રસી લેવા સાથે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું તેમજ સામાજિક અંતર જાળવવા જણાવ્યું હતું. અંબાજી ST ડેપોમાં કામ કરતા 370 ઉપરાંત ડ્રાઈવર કન્ડક્ટરોનું કોરોના રસીકરણનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ રસીની કોઈ આડઅસર થાય કે તાવ ચક્કર આવે તેવી હકીકતને લઈ એસટી ડેપો મેનેજર દ્વારા STમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કન્ડક્ટરો અને પોતાની ફરજ પુરી કરતા સમયે આ રસીકરણ કરાવવા જણાવ્યું હતું જેથી રસી લઈ પોતાના ઘરે આરામ કરી શકે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગ ના 8 જેટલા કમર્ચારીઓ પણ જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.