- RT-PCRનું ટેસ્ટિંગ સવારે 9થી 12 વાગ્યા સુધી
- રેપિડ ટેસ્ટ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી
- હાલમાં રોજના 90થી 100 ટેસ્ટ કરાય છે
અંબાજી: સરકારે કોરોના ટેસ્ટિંગ વધારવા ઉપર મૂકેલા ભારને લઈને આરોગ્ય તંત્રએ અંબાજી તેમજ આસપાસના લોકો ઘર આંગણે જ કોરોના ટેસ્ટ કરી શકે તે માટે સુવિધા ઉભી કરી છે. RT-PCR તેમજ રેપિડ એન્ટિજન કીટ દ્વારા અંબાજી ગ્રામપંચાયતના શોપિંગ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે
રોજ કરાતા ટેસ્ટ પૈકી 10થી 15 ટકા પોઝિટિવ
તંત્ર દ્વારા RT-PCRનું ટેસ્ટિંગ સવારે 9થી 12 વાગ્યા સુધી તેમજ રેપિડ એન્ટિજન કીટ દ્વારા સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ટેસ્ટ કરવામાં આવે છે. હાલમાં રોજ 90થી 100 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી 10થી 15 કેસ પોઝિટિવ આવી રહ્યા છે. રોજ આ પ્રકારે કેસ નોંધાતા હાલ પંથકમાં કોરોનાના 100 જેટલા પોઝિટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અંબાજીમાં વેપારીઓ દ્વારા કરાયેલા સ્વૈચ્છિક લોકડાઉનને પણ આરોગ્ય વિભાગ આવકારી રહ્યું છે.