ETV Bharat / state

બનાસકાંઠામાં એક જ દિવસમાં 44 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા

author img

By

Published : Jul 20, 2020, 7:57 PM IST

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી શહેરી વિસ્તારમાં સૌથી વધુ કેસો સંક્રમણના કારણે જોવા મળતા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં 44 કોરોના વાઈરસના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે..

ો
બનાસકાંઠામાં એક જ દિવસમાં 44 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતા

બનાસકાંઠા: કોરોનાનું સંક્રમણ વધતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં લોકોની અવર જવર વધતા સંક્રમણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સૌથી વધુ કેસો ડીસા અને પાલનપુરમાં જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સૌથી વધુ કોરોના વાઈરસના 200 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે ડીસામાં 160 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે વધતા જતા કોરોના વાઈરસના કેસને લઇ ડીસા અને પાલનપુરના કન્ટેનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ ચાર વાગ્યા બાદ ડીસા અને પાલનપુરમાં સંપૂર્ણપણે બંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સુધી તો લોકોની ભીડ વધતા દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના વાઈરસના રોજ ના 40થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં હાલ શહેરી વિસ્તારોમાં લોકોની અવર જવર વધતા હાલ એક જ દિવસમાં 44 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે માસ્ક ફરજીયાત પહેરે તેવી આરોગ્ય વિભાગ દ્વારા સતત જાગૃતિ આપવામાં આવી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં લોકોને જાણે કોરોના વાઈરસનો ડર ન હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર બજારોમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે જો આ સ્થિતિ જ આગામી સમયમાં રહેશે તો વધુ લોકોએ કોરોના વાઈરસનો સામનો કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.