અંબાજી: સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat) વધી રહ્યા છે. યાત્રાધામ અંબાજી પર પણ કોરોના (Corona In Ambaji)નું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાનાને (Corona In Gujarat) લઇ યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર ફરીએક વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી એક સપ્તાહ માટે મંદિર (Ambaji temple Gujarat)ના દ્વારા દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર બંધ (Ambaji Temple Closed) કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ગબ્બરના દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે.
અંબિકા ભોજનાલય ચાલું રહેશે
એક અઠવાડિયા માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ (Visitors In Ambaji) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અંબાજીમાં મુસાફરોની સતત અવર-જવરને લઇ મંદિર ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય (ambika bhojnalaya ambaji) ચાલું રાખવામાં આવ્યુ છે. ભોજનાલયમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ 150 લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી જમાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચો: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી થયા કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 10 હજારથી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 11,176 કોરોનાના કેસો નોંધાયા છે. અંબાજીમાં દર્શનાર્થીઓની ભારે ભીડ (Crowd At Ambaji Temple)જોવા મળતી હોય છે, ત્યારે કોરોના સંક્રમણ ગંભીર ન બને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં 11,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા : આરોગ્ય પ્રધાન