ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો - Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિ સર્જાઇ છે, તહેવારોના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા હવે આરોગ્ય વિભાગ પણ ચિંતાતુર બન્યું છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ટેસ્ટ કરી તેના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો

author img

By

Published : Nov 19, 2020, 10:55 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
  • બહારથી આવેલા લોકોના કારણે કોરોના કેસમાં વધારો
  • રોજના 150થી પણ વધુ કોરોના કેસો આવી રહ્યા છે સામે
  • કોરોનાને પહોંચી વળવા ત્રણ હોસ્પિટલ તૈનાત
    બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો
    બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, બહારથી આવેલા લોકોના કારણે કોરોનાના કેસોમાં વધારો

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ હાલમાં જાણે કોરોનાનો તહેવાર શરૂ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ લાગી હતી, જેના કારણે સતત લોકોનું સંક્રમણ વધ્યું હતું અને લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જ બજારોમાં ખરીદી કરી રહ્યા હતા. જેના કારણે હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 100થી પણ વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, સતત લોકોના વધેલા સંક્રમણના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોનામાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે.

બહારના લોકોના કારણે કોરોના કેસોમાં વધારો

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તહેવારોના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખુબ જ વધી ગઈ છે, ધંધાર્થે સ્થાયી થયેલા સુરત, નવસારી, મુંબઇ સહિતના વિસ્તારોમાંથી લોકો તહેવારોની ઉજવણી માટે માદરે વતન આવતા જ કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે અને તેના કારણે શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ જ ચિંતાજનક હદે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ રોજ 8થી 10 દર્દીઓ નોંધાતા હતા, તેની જગ્યાએ અત્યારે કોરોના દર્દીઓની સંખ્યા 64 સુધી પહોંચી છે અને જો આવી જ સ્થિતિ રહેશે તો કદાચ આવનારા સમયમાં હોસ્પિટલમાં દર્દીઓને જગ્યા પણ નહીં મળે તેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. જેને પગલે હવે આરોગ્ય વિભાગે પણ એક્શન પ્લાન કર્યો છે અને અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાને અટકાવવા માટે વધુને વધુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાને પહોંચી વળવા ત્રણ હોસ્પિટલ તૈનાત

બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ત્રણ સરકારી હોસ્પિટલ છે, જ્યારે 10 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોવિડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં કુલ 500 જેટલા દર્દીઓને સારવાર માટે રાખી શકાય છે. જો કે અત્યારે માત્ર સો જેટલા જ દર્દીઓ હોસ્પિટલાઈઝ છે. જ્યારે 200 જેટલા દર્દીઓને હોમ આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.

પરંતુ જે પ્રકારે દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેવી સ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો આવનારા સમયમાં હોસ્પિટલમાં પણ જગ્યા ખૂટી પડે તેવી શક્યતાઓ છે. ત્યારે સારવારની સાથે-સાથે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્ટ જાળવે તેવી આરોગ્ય વિભાગે ફરી એકવાર લોકોને વિનંતી કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.