બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા નગરપાલિકામાં 10 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવતા શુક્રવારના રોજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા આવશ્યક કામ સિવાય નગરપાલિકા બંધ રાખવા માટે રિજનલ મ્યુનિશિપાલીટી કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા રેપીડ ટેસ્ટ કરવા માટે ની સૂચના આપવામાં આવી છે, ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોની ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોના વાઇરસના કેસમા સતત વધારો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રોજના 60થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓને રેપીટ ટેસ્ટ દ્વારા ચકાસણી કરવામાં આવતા મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં આરોગ્ય વિભાગ દ્વારા રેપીટ કિટથી કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવતા 10 કર્મચારીઓને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે ડીસા નગરપાલિકાનું તમામ કામકાજ બંધ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી નગરપાલિકા બંધ ન કરવામાં આવતા હાલમાં નગરપાલિકામાં રોજના 500 થી પણ વધુ લોકો અવરજવર કરે છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં હજુ પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થાય શકે છે, ત્યારે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ માળી દ્વારા કાલીકામાં પૂરું આ વાઇરસના કેસમાં વધારો ન થાય તે માટે આવશ્યક કામ સિવાય નગરપાલિકામાં કામકાજ બંધ રાખવા માટે રિજનલ મ્યુનિશિપાર્ટી કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા શહેરમાં 800 જેટલા કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 2 હજારથી પણ વધુ લોકો કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે હજુ પણ લોકો માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ નહિ રાખે તો આગામી સમયમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લાના અધિકારો આરોગ્ય અધિકારી જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે, અમારી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત લોકોના રેપીટ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ડીસા શહેરમાં સરકારી કચેરીઓ અને જ્યાં સૌથી વધુ રોજની અવર-જવર થતી હોય તેવી તમામ બેંકોમાં અમારી ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે.
ડીસા શહેરમાં અત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ બેંકમાં કર્મચારીઓમાં કોરોના વાઇરસના પોઝિટિવ આવ્યા છે. હાલ આ તમામ બેંકોને બંધ કરી તેને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થશે ત્યારે આ તમામ બેન્કો શરૂ કરવામાં આવશે.