ETV Bharat / state

ડીસા નગરપાલિકા ચૂંટણીમાં ડીસાના ધારાસભ્યનું વિવાદિત નિવેદન - ઈ ટીવી ભારત

બનાસકાંઠામાં ડીસામાં ભાજપના કાર્યાલય ઉદ્ધાટન સમયે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, જો ભાજપની સરકાર કે કાર્યકર્તાઓ સામે આંખ ઉંચી કરીને જોયું તો તેમની આંખ ચીરી નાખશું, આ મામલે વાત કરતા તેઓ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે.

મેં કોઇ પાર્ટી કે પક્ષની સામે આ પ્રકારનું નિવેદન નથી આપ્યુંઃ ધારાસભ્ય

author img

By

Published : Feb 25, 2021, 8:29 AM IST

  • ડીસામાં ચૂંટણી જંગ જામ્યો
  • ડીસામાં નગરપાલિકાની ચૂંટણી વિવાદ વકર્યો
  • મેં કોઇ પાર્ટી કે પક્ષની સામે આ પ્રકારનું નિવેદન નથી આપ્યુંઃ ધારાસભ્ય
  • જો કોઈ રાખ ઉડાડશે તો અંગારા નીકળશેઃ શશીકાંત પંડયા

બનાસકાંઠાઃ જિલ્લાની ડીસા નગરપાલિકામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે તેને લઈને અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ખાસ કરીને દર પાંચ વર્ષે યોજાતી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હોય છે. પરંતુ આ વર્ષે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખતાં ડીસા નગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે. અત્યારે તમામ પક્ષો પોતાના સમર્થકો સાથે પોતાના વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર કરતા નજરે પડી રહ્યા છે. જેના કારણે હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ બરાબર જામતો જોવા મળી રહ્યો છે.

ડીસા નગરપાલિકા ચૂંટણીમાં ડીસાના ધારાસભ્યનું વિવાદિત નિવેદન
જો કોઈ રાખ ઉડાડશે તો અંગારા નીકળશેઃ શશીકાંત પંડયા

ચૂંટણીમાં અનેક વિવાદો...

ડીસા નગરપાલિકાની ચૂંટણી હવે નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. અગાઉ પણ વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવાર ચેતન ત્રિવેદીને હરાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ સામે જોવા મળી રહ્યા છે તો વળી બીજા અન્ય વિસ્તારોમાં પણ હાલમાં ઉમેદવારોને લઈ અનેક વિવાદો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ વિવાદ કયાં પક્ષને નુકસાન કરાવે છે ? તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે.

ધારાસભ્ય શશીકાંત પંડયા અવારનવાર વિવાદોમાં સપડાયા

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અવારનવાર વિવાદોમાં આવતા હોય છે વોર્ડ નંબર-3માં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડયાએ ભાજપની સરકાર કે કાર્યકર્તાઓ સામે આંખ ઊંચી કરીને જોયું તો તેમની આંખો ચીરી નાખશું એવું વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જે મામલે તેઓને પૂછતાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે મેં કોઇ પાર્ટી કે પક્ષની સામે આવા પ્રકારનું નિવેદન નથી આપ્યું પરંતુ વોર્ડ નંબર-3ના કાર્યકર્તાને વારંવાર ધમકીઓ મળતી હોવાથી મેં આલીયા માલીયા અને જમાલિયાને ખબરદાર કરવા માટે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે.

શશીકાંત પંડયાની ચેતાવની

જો આ પ્રકારનું કોઈપણ ભાજપના કાર્યકર્તાઓને કહેશે તો એમની ખેર નથી, ડીસા એ અંગારા પર બેઠેલું શહેર છે જો કોઈ રાખ ઉડાડશે તો અંગારા નીકળશે, આમ ધારાસભ્યએ આપેલા વિવાદિત નિવેદન મામલે પૂછતાં તેઓ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. સ્થાનિક ચૂંટણી આવતા ધારાસભ્ય શશીકાંત પંડયા આવા અનેક પ્રકારના નિવેદનો આપતા નજરે પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.