ETV Bharat / state

બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો

મોંઘવારી અને ભ્રષ્ટાચારનાં ભરડાથી પીસાતી પ્રજાને બચાવવા માટે કોંગ્રેસ(Congress) દ્વારા 'જન જાગરણ અભિયાન'(Jan Jagran Abhiyan) શરૂ કરાવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના દિયોદર ખાતે પણ 'જન જાગરણ અભિયાન'માં રાજસ્થાન સરકારનાં આરોગ્ય પ્રધાને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો
બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો
author img

By

Published : Nov 15, 2021, 9:08 PM IST

  • વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આપ્યું વિવાદિત નિવેદન
  • કોંગ્રેસ દ્વારા 'જન જાગરણ અભિયાન' શરૂ કરાયું
  • કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

દિયોદર: વિધાનસભાની 2022માં યોજાનાર ચૂંટણી(2022 Assembly elections)ને અનુલક્ષીને કોંગ્રેસ(Congress) દ્વારા પ્રચાર અને પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 'જન જાગરણ અભિયાન'(Jan Jagran Abhiyan) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસે આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર(BJP government) વિકાસના કામોમાં નિષ્ફળ નીવડી છે. આજે બનાસકાંઠાના દિયોદર ખાતે 'જન જાગરણ અભિયાન' અને 'સ્નેહમિલન કાર્યક્રમ'(Sneh Milan program) યોજાયો હતો. જેમાં રાજસ્થાન સરકારનાં આરોગ્ય પ્રધાન રઘુ શર્મા(Rajasthan Health Minister Raghu Sharma), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલ(Gujarat Pradesh Congress in-charge Jitendra Badhel), કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિત જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાનાં દિયોદર ખાતે કોંગ્રેસનો 'જન યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો

ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં

'જન જાગરણ' કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે અપીલ કરી હતી. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, જો તેમનાથી કોઈ સારો ઉમેદવાર મળે તો તેઓ કોંગ્રેસને જીતાડવા માટે પોતાની સીટ પણ છોડવા માટે તૈયાર છે. આ નિવેદનથી ગેનીબેન ઠાકોર ફરી એકવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે.

આ પણ વાંચો : 18 નવેમ્બરથી ખેડાનાં મહેમદાવાદથી ''આત્મનિર્ભર ગ્રામ યાત્રા''નો પ્રારંભ કરાશે

આ પણ વાંચો : પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.