બનાસકાંઠા : કોરોના વાઈરસને લઈને સમગ્ર રાજ્યમાં લોકડાઉન અપાયું છે. આ લોકડાઉનનો અમલ થાય અને લોકો ઘરમાં રહે તે માટે પોલીસ પણ સક્રિય બની છે. તેમ છતાં પણ લોકો અવાર-નવાર લોકડાઉનના આદેશનો ભંગ કરતા હોય છે.
જેના પગલે પોલીસ પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રહ્યા છે, ત્યારે ડીસામાં પણ રવિવારે લોકડાઉનનો ભંગ કરનાર અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ કલેક્ટરના જાહેરનામનો ભંગ બદલ કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધી પોલીસ કાર્યવાહી કરી છે.