ETV Bharat / state

ડીસા લાયન્સ ક્લબ દ્વારા ઐતિહાસિક સ્મરણીકા તેમજ ફિઝીયોથેરાપી સેન્ટરનો પ્રારંભ

author img

By

Published : Jun 28, 2020, 6:55 PM IST

રવિવારે ડીસા લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા ગરીબ લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે ફિઝીયોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Deesa News
Deesa News

ડીસાઃ શહેર ખાતે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ ડીસા હર હંમેશા અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ ભજવે છે. દર વર્ષે લાયન્સ ક્લબ ડીસા દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ કાર્યક્રમો થકી તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. કોરોના વાઇરસની મહામારીમાં પણ ગરીબ લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવામાં લાયન્સ ક્લબ ઓફ ડીસાના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

રવિવારે લાયન્સ ક્લબ ડીસા દ્વારા ઐતિહાસિક સ્મરણીકાના વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઐતિહાસિક સ્મરણીકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ડીસાના વહીવટી વર્ષ 2019ના પુર્ણાહુતી સમય રૂપિયા 5 લાખના ખર્ચે સંપૂર્ણ નવીનીકરણ અને અત્યાધુનિક ઉપકરણો સાથે ફિઝીયોથેરાપી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ડીસા લાયન્સ ક્લબ દ્વારા ઐતિહાસિક સ્મરણીકા તેમજ ફિઝીયોથેરાપી સેન્ટરનો પ્રારંભ

ડીસા શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશભાઈ અગ્રવાલના સહયોગથી તેમના વરદ હસ્તે પ્રારંભ થયેલા આ ફીઝીયોથેરાપી સેન્ટર ગરીબ દર્દીઓ માટે આગામી સમયમાં આશીર્વાદ સમાન પુરવાર થશે. ડીસા લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર ભરત મકવાણાના નેતૃત્વ હેઠળ સભ્યોના સખત પરિશ્રમ બાદ ખૂબ જ ઓછા સમયમાં ડીસા શહેરને સમર્પિત આ ફિઝીયોથેરાપીના પ્રારંભ સરકારના ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજન કરવામાં આવ્યો હતું. લાયન્સ ક્લબ ઓફ ડીસાના 50 વર્ષ પૂર્ણ થતાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.