ETV Bharat / state

ડીસાના કાંટ ગામે તળાવ કૌભાંડ આવ્યું સામે: કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

બનાસકાંઠાના કાંટ ગામમાં બિલ્ડરોએ તળાવની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિકે કરી છે. બિલ્ડરોએ પોતાની રોડ ટચ જમીનમાં રહેલા તળાવને અન્ય જગ્યાએ બનાવ્યાનું કૌભાંડ આચર્યું છે. જોકે આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું ખેતર માલિક અને બિલ્ડરે જણાવ્યું છે.

ડીસાના કાંટ ગામે તળાવ કૌભાંડ આવ્યું સામે: કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
ડીસાના કાંટ ગામે તળાવ કૌભાંડ આવ્યું સામે: કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
author img

By

Published : Mar 21, 2021, 5:37 PM IST

  • ડીસા તાલુકાના કાંટ ગામે કરોડો રૂપિયાનું તળાવ કૌભાંડ આવ્યું સામે
  • તળાવ બૂરી જમીનમાં કરવામાં આવે છે વાવેતર
  • ગામના કેટલાક લોકો પૈસા પડાવવા માટે જમીન માલિક વિરુદ્ધ ખોટી રજૂઆતો કરી રહ્યા છે
  • ગ્રામ પંચાયતના સભ્યએ ફરિયાદ નોંધાવી

બનાસકાંઠાઃ ડીસા તાલુકાના કાંટ ગામમાં તળાવની જમીન બિલ્ડરોએ પચાવી પાડી હોવાની ફરિયાદ થઈ છે. જેમાં કાંટ ગામે રહેતા બાબુભાઈ માળી સહિત તેમના ભાગીદારોએ કાંટ પાસે હાઈવે પર રોડ ટચ 72 વીઘા જમીન ખરીદી હતી. પરંતુ રોડ ટચ જમીનમાં તળાવ હતું અને બાબુભાઈએ આ જમીન લીધા બાદ આ તળાવને બૂરીને અન્ય જગ્યાએ તળાવ બનાવી દીધું હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય નવીનભાઈ પરમારે કરી છે. નવીનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જે સર્વે નંબર 235માં તળાવ હતું તે સર્વે નંબરમાંથી બદલી અન્ય જગ્યાએ તળાવ બનાવવામાં આવ્યું છે અને આ કરવાનું કારણ બિલ્ડરોને તેમની જમીન રોડ ટચની થઈ જાય તો વધુ સારા ભાવ મળે તે માટેનું આ ષડયંત્ર છે.

તળાવ બૂરી જમીનમાં કરવામાં આવે છે વાવેતર
તળાવ બૂરી જમીનમાં કરવામાં આવે છે વાવેતર

આ પણ વાંચોઃ જમીન કૌભાંડમાં 33 વર્ષ બાદ ત્રણેય આરોપીઓને એક વર્ષની સજા

ગામના કેટલાક લોકો પૈસા પડાવવા માટે તેમની વિરુદ્ધ ખોટી રજૂઆતો કરી રહ્યા છે

કાંટ ગામના ફરિયાદી નવીનભાઈ પરમારે કરેલી ફરિયાદ મુજબ આ જમીનમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. પરંતુ આ જમીન ખરીદનાર બાબુભાઇ માળીએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જમીન લીધા બાદ પોતે જ કલેક્ટર કચેરી અને DLR કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી કે તેમની જમીન કેટલી છે ? તેની માપણી કરી આપે. આ જમીનની માપણી કર્યા બાદ જ તેમણે ફેન્સિંગ કરાવી છે. અહીં આવેલા તળાવના વિકાસ માટે પણ તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ ગામના કેટલાક લોકો પૈસા પડાવવા માટે તેમની વિરુદ્ધ ખોટી રજૂઆતો કરતાં હોવાનું જણાવી રહ્યાં છે.

ડીસા તાલુકાના કાંટ ગામે કરોડો રૂપિયાનું તળાવ કૌભાંડ આવ્યું સામે

આ પણ વાંચોઃ વાસણા-ભાયલી રોડ પર આવેલી 5 જમીનો લઘુમતી કોમને વેચવામાં આવતા હિન્દુઓમાં રોષ

જમીન કૌભાંડમાં કલેક્ટરે કર્યા તપાસના આદેશ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીન કૌભાંડની એક બાદ એક અનેક ફરિયાદો સામે આવી રહી છે. ડીસા તાલુકાના કાંટ ગામે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાની ફરિયાદ કાંટ ગામના નવીનભાઈ પરમારે કરી હતી. આ જમીન મામલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે, આ જમીન પર જો કોઈ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હશે તેની તપાસ કરી તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી આ જમીન ખોટી રીતે દબાવી હોવાનું જણાવી રહ્યાં છે તો બીજી તરફ માલિક પણ પોતે સત્ય છે તેવું જણાવી રહ્યા છે. પરંતુ સત્ય શુ છે તે તો તપાસ બાદ જ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.