ETV Bharat / state

Climate Change In Banaskantha: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતિત - Damage to farmers from foggy weather

બનાસકાંઠામાં ધુમ્મસ વાળા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં( Climate change in Banaskantha)વધારો ક્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આ અચાનક આવતા વતાવરણના પલટાથી પાકોમાં ભારે નુકસાન થાય તેવી સંમભાવના રહેલી છે. જિલ્લામાં ખેડૂતોએ રાયડો, બટાટા જેવા (Foggy atmosphere in Banaskantha )પાકોનું વાવેતર કર્યું છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકોમાં નુકસાન થયું છે. આમ અચાનક બદલાયેલા વાતાવરણથી વધારે નુકસાન થવાની શક્તાઓ છે.

Climate change in Banaskantha: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત

author img

By

Published : Feb 2, 2022, 4:07 PM IST

Updated : Feb 2, 2022, 4:14 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા(Climate change in Banaskantha) ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા હતા. ચારે બાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ થઈ (Foggy atmosphere in Banaskantha )જતાં ખેડૂતોને ફરી એકવાર પોતાના પાકને લઈ ચિંતા જોવા મળી હતી. ચાલુ વર્ષે બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં રાયડો અને બટાટાનું વાવેતર થયું છે.

ધુમ્મસભર્યુ વાતાવરણ

ખેડૂતોને બટાટા અને રાયડાના પાકમાં નુકસાનની ભીતિ

વહેલી સવારે બદલાયેલા વાતાવરણથી બટાટા અને રાયડાના પાકમાં ખેડૂતોને નુકસાનની(Damage to farmers from foggy weather ) ભીતિ સેવાઈ રહી છે. આજે બદલાયેલા વાતાવરણની સૌથી વધુ અસર બનાસકાંઠા જિલ્લાના દિયોદર,લાખણી, ધાનેરા તાલુકામાં જોવા મળી હતી. જિલ્લામાં અનેક તાલુકામાં વહેલી સવારે ચારે બાજુ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે વાહન ચાલકોને પણ રસ્તાઓ પરથી પસાર થવું ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દિવસે પણ વાહન ચાલકોએ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લાઈટો ચાલુ રાખી રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ Unseasonal Rain In Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

ખેડૂતોને મોટું નુકસાન

જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને એક બાદ એક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે જેનું મુખ્ય કારણ છે વારંવાર બદલાતા વાતાવરણ. ચાલુ વર્ષે બનાસકાંઠામાં એકવાર વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે બનાસકાંઠાના ખેડૂતોએ સારી આવકની આશાએ એરંડા, જીરું, રાયડો, બટાટા જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વારંવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકમાં ચાલુ વર્ષે પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારે પણ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે ફરી એકવાર ખેડૂતોને પોતાના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠામાં વારંવાર બદલાતા વાતાવરણથી ખેડૂતો ને જ સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

વાહનચાલકો અટવાયા

સરહદી વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તેના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી, ધાનેરા તાલુકામાં આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ સર્જાયું હતું જેના કારણે રસ્તાઓ પર ચારે બાજુ ધુમ્મસ જોવા મળ્યું હતું. સવારથી જ ધુમ્મસના કારણે રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોને કઈ જ ન દેખાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી દિવસે પણ રસ્તા ઉપર ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને લાઈટો ચાલુ રાખી રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું હતું મોડે સુધી રહેલા ધુમ્મસના કારણે તમામ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે આજે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલા વાતાવરણમાં પલટાના કારણે વાહનચાલકો અને ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

Last Updated : Feb 2, 2022, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.