ETV Bharat / state

ડેપ્યુટી કલેકટરના આત્મહત્યા કેસને લઈને રાજકીય લાભ ન ખાટવા સમાજે કરી લાલ આંખ - ચૌધરી સમાજ

ઈડરના ચિત્રોડા ગામના ડેપ્યુટી કલેકટરની આત્મહત્યા મામલે (Sanand RK Patel suicide case) મુખ્યપ્રધાને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત ઈડરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી સભામાં કલેક્ટર આર.કે. પટેલને લઈને વાત સામે હતી. જેને લઈને ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. સમાજના આગેવાને કહ્યું કે, આર. કે. પટેલના મોતને રાજકીય મુદ્દો ન બનાવો.(Chowdhury community protests)

ડેપ્યુટી કલેકટરના આત્મહત્યા કેસને લઈને રાજકીય લાભ ન ખાટવા સમાજે કરી લાલ આંખ

author img

By

Published : Dec 3, 2022, 11:36 AM IST

સાબરકાંઠા : અમદાવાદના સાણંદના પ્રાંત ઓફિસર તેમજ રિટર્નિંગ (Chowdhury community protests)ઓફિસર સ્વર્ગસ્થ રાજુ કે. પટેલનું 11 દિવસ પહેલા અપમૃત્યુ થતાં ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે કોંગ્રેસ દ્વારા જાહેરમાં પ્રામાણિક અને નિષ્ઠાવાન કર્મચારીને સાચી શ્રદ્ધાંજલિ આપવાની જગ્યાએ રાજકીય મુદ્દો બનાવતા સાબરકાંઠા સ્થાનિક ચૌધરી સમાજ દ્વારા કોંગ્રેસના નિવેદનને વખોડવામાં આવ્યું છે. (Sanand RK Patel suicide case)

પ્રાત અધિકારી રાજેશ પટેલ આત્મહત્યા કેસને રાજકીય મુદ્દો ન બનાવવા આગેવાનોની હાકલ

ટિપ્પણીને વખોડી આ બાબતે આંજણા ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આંજણા ચૌધરી 42 સમાજના આગેવાનો દ્વારા ઈડર ખાતે ભેગા થયા હતા અને ચૌધરી સમાજના આર.કે.પટેલ વિષે કોંગ્રેસ પ્રમુખ અધ્યક્ષની કરેલી ટિપ્પણીને વખોડી કાઢી હતી. કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આર. કે. પટેલના મોતનો મલાજો ન જાળવી સભામાં કરવામાં આવેલ નિવેદનને ફગાવી સમગ્ર આંજણા ચૌધરી 42 સમાજ લાલઘૂમ થઇ રાજકીય લાભ ન ખાટવા જણાવી નિવેદનને વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ચૌધરી સમાજના દિનેશ પટેલ, જીતુ દેસાઈ વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (Anjana Chowdhury Society protests)

જગદીશ ઠાકોરે શું કહ્યું હતું ઇડર શહેરમાં કોંગ્રેસ પક્ષની વિધાનસભા ચૂંટણી સંદર્ભે સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આર.કે. પટેલના નિધનને લઈ રાજકીય મુદ્દો બનાવતા જગદીશ ઠાકોરે જાહેર સ્ટેજ પર બોલતા કહ્યું કે, કોંગ્રેસનું ફોર્મ રદ કરો નહીંતર જોવા જવું થશે. એ ટેન્શનમાં આત્મહત્યા નથી થઈ. ભાજપે એને મારી નાખ્યાં છે અને CBIની માગણી કરી છે. ચૌધરી સમાજનીની સાક્ષીમાં કહું છું કે, આઠમી તારીખે સરકાર રચાય ત્યારે સ્પેશ્યલ ટીમ બનાવી એક મહિનામાં જે પણ ભાજપના ઉમેદવાર હશે તેને જેલના સળિયા પાછળ ધકેલવાનું વચન આપે છે. (Jagdish Thakor Statement in Idar)

રાજકીય મુદ્દો ન બનાવવા કરી અપીલ સાણંદ ડેપ્યુટી કલેક્ટર આર.કે. પટેલના ભાઈ અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આર.કે. પટેલના મોતને લઈને દરેક સમાજના લોકો તેમજ ચૌધરી સમાજના લોકોએ સાંત્વના પાઠવી હતી. તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટેલિફોન કરીને પરિવારને સાંત્વના પાઠવી હતી. તે બદલ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને આર. કે. પટેલના મોતને રાજકીય મુદ્દો ન બનાવવા અપીલ કરી હતી. (Sanand Deputy Collector Suicide)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.