ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીના આર્શીવાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલી સાથે માતાજીની આરતી ઉતારી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા
author img

By

Published : Nov 20, 2020, 12:16 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા અંબાજી
  • પત્ની અંજલી સાથે માતાજીની કરી આરતી
  • કોરોનાથી લોકોને મુક્તિ મળે તેમજ નવું વર્ષ સારું જાય તેવી કરી પ્રાર્થના
  • અમદાવાદના કર્ફ્યુ બાદ રૂપાણીએ આપ્યું પ્રથમ નિવેદન
  • ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો

અંબાજી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીના આર્શીવાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા. કોરોનાથી મુક્તિ મળે તેમજ નવું વર્ષ લાભદાયી નિવડે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને પત્ની અંજલી સાથે માતાજી આરતી ઉતારી હતી.

અંબાજીની મુલાકાતે CM રૂપાણી

નવા વર્ષમાં મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી બનાસકાંઠાના અંબાજીની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તેમની પત્ની અંજલી પણ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ માં અંબાજીની ભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજી માતાના દર્શનાર્થે પહોંચ્યા

અમદાવાદના કર્ફ્યુ બાદ રૂપાણીનું પ્રથમ નિવેદન

આ મુલાકાત દરમિયાન વિજય રૂપાણીએ અમદાવાદના કર્ફ્યુ બાદ પ્રથમ નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આવામાં સાવચેતીના પગલાંના ભાગરૂપે કરફ્યૂનો નિર્ણય લેવાયો છે.

વિકેન્ડ પરકર્ફ્યુ

શનિવારે અને રવિવારે રજા હોવાથી વધુ સંખ્યામાં લોકો બહાર નીકળે છે, તેથી વિકેન્ડ પર કર્ફ્યુ લગાવાયો છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ગુજરાતમાં લોકડાઉન નહીં લાગે, પરંતુ પોલીસ કડક કાર્યવાહી કરશે.

શાળા ખોલવા અંગે નિવેદન

શાળા ખૂલવા અંગે પણ નિવેદન આપતા તેમણે જણાવ્યું કે, 23 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય કર્યો છે, તે હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ અંગે કોરોનાને ધ્યાનમાં રાખીને બાદમાં વિચારણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.