લાખણી તાલુકાના કુડા ગામે ચૌધરી પરિવારના ચાર સભ્યોની હત્યા થયા બાદ હત્યારાને પકડવા અંગે પોલીસ અને ચૌધરી સમાજ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ગ્રામજનો અને સામાજિક આગેવાનો ધરણા પર બેસી ગયા હતા અને હત્યારાઓને તાત્કાલિક પકડવાની માગ કરી હતી અને જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ સમગ્ર બાબતે સમજાવટથી મામલે કોઈ નિરાકરણ ન આવતાં આખરે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની મધ્યસ્થતાથી સરકારે હત્યારાને પકડવા સીટની રચના કરી તાત્કાલિક ધરપકડ કરવાની ખાત્રી આપ્યા બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. જે બાદ તમામ મૃતદેહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા.