ETV Bharat / state

Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડરે (amirgadh border banaskantha)થી 14 કિલો ચરસનો જથ્થો ઝડપાયો છે. સૂચનાના આધારે પોલીસને વાહન ચેકિંગ (vehicle checking banaskantha) દરમિયાન i20 ગાડીમાંથી ચરસ મળી આવ્યું હતું, જેની કિંમત 1 કરોડ 46 લાખ રૂપિયા જેટલી થાય છે.

Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું
Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું
author img

By

Published : Jan 20, 2022, 9:22 PM IST

અમીરગઢ: બનાસકાંઠા જિલ્લાની બોર્ડર રાજસ્થાન (banaskantha border with rajasthan)ને અડીને આવેલી હોવાના કારણે અહીં રોજેરોજ વિદેશી દારૂ, ચરસ સહિતની ગેરકાયદેસર વસ્તુઓની મોટા પ્રમાણમાં હેરાફેરી (smuggling in Banaskantha) કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડરે (amirgadh border banaskantha) સૌથી વધુ ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી થતી હોય છે, ત્યારે રાજસ્થાનમાંથી વાહનો મારફતે મોટા પ્રમાણમાં ગુજરાતમાં અનેક નશીલી વસ્તુઓની હેરાફેરી (smuggling in Gujarat) થતી હોય છે જેને અટકાવવા માટે હવે પોલીસ પણ કડક પગલાં ભરી રહી છે અને વારંવાર અસામાજિક તત્વો દ્વારા જે નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે.

કુલ કિંમત રૂપિયા 1,51,89,400 સાથે એક ઈસમને ઝડપ્યો.

અમીરગઢ બોર્ડર પરથી ચરસ ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાં આવેલી બોર્ડર પરથી છેલ્લા ઘણા સમયથી અનેક નાર્કોટિક્સની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને લોકો રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લાની બોર્ડર મારફતે મોટા પ્રમાણમાં કેફી પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં પદાર્થો ઝડપાયા છે, ત્યારે ચરસની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડી કુલ ચરસ (Charas seized from Banaskantha) 14.643 કીલો ગ્રામ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 1,51,89,400 સાથે એક ઈસમને ઝડપી પાડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુર બનાસકાંઠા (special operation group palanpur) અને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ચરસ સાથે ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

સફેદ કલરની i20ની તલાશી લેતા અંદરથી 14 કિલો ચરસ મળી આવ્યું હતું.

જે.આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ (Inspector General of Police Border Range Bhuj) તથા તરૂણ દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર દ્વારા નાર્કોટિક્સની આંતરરાજ્ય હેરાફેરી કરતા 2 ઈસમોને શોધી કાઢવા સૂચના આપી હતી, જે સૂચનાના આધારે આજે પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર ગઢવીની સૂચના આધારે SOG પોલીસ સ્ટાફના માણસો તથા એમ.કે. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીરગઢએ સાથે રાખી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતેથી કિરણકુમાર નેગી (રહે.હરિપુર, જિલ્લો-હિમાચલ પ્રદેશ)ને પોલીસે ચરસ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Cannabis seized from Mundra Port : ઝડપાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની આંતરરાષ્ટ્રીય કિંમત 22 કરોડ રૂપિયા આંકવામાં આવી

SOG અને FSLની ટીમે તપાસ હાથ ધરી

અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર આજે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલી સફેદ કલરની ગાડીની તલાશી લેતા અંદરથી 14 કિલો ચરસ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 1 કરોડ 46 લાખ રૂપિયા જેટલી થાય છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે આરોપીને પણ ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. અમીરગઢ પોલીસે આ સમગ્ર મુદ્દામાલ બનાસકાંઠા જિલ્લા SOG પોલીસ અને FSLને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે તો હજુ પણ વધુ પ્રમાણમાં નશીલા પદાર્થ ઝડપાઈ શકે છે

બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી વારંવાર નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ અમીરગઢ બોર્ડર પરથી નશીલા પદાર્થ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. હજુ પણ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી રાત્રી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે, ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ દ્વારા તમામ બોર્ડર ઉપર રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થને ઝડપાઈ શકે તેમ છે.

આ પણ વાંચો: સુરત પોલીસે મહારાષ્ટ્રમાંથી લવાતો 91 લાખ રૂપિયાનો ગાંજો પકડી પાડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.