ETV Bharat / state

Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો - Chaitri Navratri

અંબાજી મંદિરને ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કોરોના સમયમાં અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતું હવે કોરોના કેસો ઓછા હોવાના કારણે મંદિરના કપાટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેના કારણે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો
ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો
author img

By

Published : Mar 23, 2023, 5:35 PM IST

Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો

અંબાજી: હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંતનો શરુ થઇ ગયો છે. તો બીજી બાજૂ સિંધી સમાજમાં ચેટીચાંદનો પર્વ પણ હતું. હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. આ વખતે કોરોનાનું જોર ઘટતા ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિરના સભા મંડપમાં જવારા સાથેનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું.

ઘટ્ટ સ્થાપન વિધિ:આ ઘટ્ટ સ્થાપનમાં સાત પ્રકાર ના અનાજ મિશ્રિત કરી ને જવેરા વાવવામાં આવ્યા હતા. ઘટ્ટ સ્થાપન વિધિમાં ડેપ્યુટી કલેકટર અને મંદિરના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ તો વર્ષ માં ચાર નવરાત્રી આવે છે. આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે. એટલું જ નહીં આજે ઘટ્ટ સ્થાપના માં જે જવેરા વાવવામાં આવે છે તે નવમાં દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે. શરુ થયેલી ચૈત્રી નવરાત્રી ને લઈ અંબાજી મંદિર માં નવ દિવસ એક વધારાની આરતી પણ કરવામાં આવશે. સવારની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપનની આરતી અને સાંજ કાળની આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી

આરતી સમયમાં ફેરફાર:22 માર્ચ બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે આવતા હજારો ભાવિકોને દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારની આરતી 7.30 ના બદલે 7.00 કલાકે થશે. રાજભોગ દર્શન:બપોરે રાજભોગ 12.30 ના બદલે 12.00 કલાકે થશે. જયારે સાંજ ની આરતી 6.30 ના બદલે 7.00 કલાકે કરવામાં આવશે.

આ પણ વાંચો Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

ચૈત્રી નવરાત્રી: ચૈત્રી નવરાત્રી વર્ષમાં આવનારી સૌથી પહેલી નવરાત્રી છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. ચૈત્ર નવરાત્રિ અને બીજી અશ્વિન મહિનાની નવરાત્રિ. આ બંને નવરાત્રોમાં માના ઘટસ્થાપનની સાથે લોકો ચંડીનો પાઠ કરીને માને પ્રસન્ન કરે છે. ભગવાન રામે ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજા કરી હતી. રામાયણ અનુસાર માનવામાં આવે છે કે, ભગવાન રામે ચૈત્ર મહિનામાં દેવી દુર્ગાની પૂજા કરી હતી .ચૈત્રી નવરાત્રી ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ જ લોકપ્રિય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.