ETV Bharat / state

માઁ અંબામાં અપાર શ્રધ્ધા, દિવસ-રાત ચાલતા ભક્તો, સરાહનીય સુવિધા...

અંબાજીઃ ભારતભરમાં મોટા યાત્રાઘામ તરીકે ઓળખાતા શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરમાં આજે ભાદરવી પૂનમને કારણે ભારે ભીડ જોવા મળી હતી. છેલ્લા 15 દિવસથી માઁ અંબાભક્તો પગપાળા અંબાજી સુધી પહોંચ્યાં છે. આજે પૂનમ હોવાથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો જય જય અંબે, બોલ માઁ અંબેના નાદ સાથે મંદિર પરિસરમાં પહોંચ્યાં હતાં.

sdvf
author img

By

Published : Sep 14, 2019, 12:44 PM IST

અત્યાર સુધીમાં પૂનમના દિવસે કુલ 750 થી વધુ ધજા અર્પણ કરાયી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સહપરિવાર સાથે માઁ અંબાના દર્શન કર્યા હતાં. રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરે પહોંચી મંદિર પર ધ્વજા રોહણ કર્યું હતું, ત્યાર બાદ મંદિરમાં પૂજા કરી માઁ અંબાના આશીર્વાદ લીધા હતાં. કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો જામ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ બોલ માડી અંબે, જય જય અંબે...ના નાદ સાથે પદયાત્રીઓ આગળ વધ્યાં હતાં. માતાજી અપાર શ્રધ્ધાના લીધે દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટ્યાં હતાં.

મહત્વનું છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દૂરદૂરથી ચાલતા આવ્યાં હતાં. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.ની નવી બસો જોઇને યાત્રિકોને આનંદ થયો હતો. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘરે મોકલવા એસ.ટી.વિભાગ આશરે 1100 જેટલી બસો ચલાવી રહ્યું છે. સુંદર સુવિધાને પગલે યાત્રિકો પોતાના વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી.

નીજ મંદિર સિવાય ગબ્બર મુકામે પણ યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલા 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે, જેનાથી માઇભક્તો ધન્ય બન્યાં છે. અંબાજી મહામેળા પ્રસંગે યાત્રિકોને જરૂરી સુવિધાઓ આપવા સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામા કેન્દ્રો, સુરક્ષા, લાઇટિંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, દૂધ વિતરણ, સહિતની સુવિધા પ્રદાન કરવામાં આવી છે.

અંબાજી મહામેળા પ્રસંગે રસ્તાઓ ઉપર અને સમગ્ર અંબાજીમાં સતત વીજ પુરવઠો જાળવવાની યુ.જી.વી.સી.એલ પાલનપુરની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે. મેળા પ્રસંગે પદયાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવા માટે બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય વિભાગે આયોજન કર્યું છે. અંબાજીમાં ઓર્થોપેડીક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ છે. ઇમરજન્સી 108 અંતર્ગત 10 સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.