બનાસકાંઠાઃ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે, જેમાં ગુંદરી ચેકપોસ્ટ પરથી ભારત પેટ્રોલિયમ લખેલા ટેન્કરમાં પણ જંગી માત્રામાં દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડવાના ષડયંત્રને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.
ગુરૂવારે મોડી રાત્રે રાજસ્થાન તરફથી ભારત પેટ્રોલિયમ લખેલો એક ટેન્કર ગુંદરી ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યું હતું. જેના પર શંકા જતા જ પોલીસે ટેન્કરને સાઈડમાં કરી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ટેન્કર ચાલક હનુમાનરામ જાટની અટકાયત કરી હતી. જ્યારે ટેન્કરમાં રાખેલી 14,868 બોટલ જપ્ત કરી છે, દારૂ અને ટેન્કર સહિત કુલ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે ટેન્કર ચાલકની અટકાયત કરી દારૂ મોકલનાર સહિત કુલ બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
