બનાસકાંઠાઃ લોકકડાઉન ખુલ્યા બાદ અનલોક-1માં સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ ખોલવામાં આવ્યા છે. જેથી દર્શનાર્થી સહિત રાજકીય નેતાઓ પણ માઁ અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે. તાજેતરમાં મુખ્યપ્રધાન અંબાજી આવ્યા હતા અને રવિવારે વધુ 2 પ્રધાનો અંબાજી ખાતે દર્શને કરવા પહોંચ્યા હતા.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અંબાજી મંદિરના દર્શન કર્યાં
- લોકડાઉન બાદ પ્રથમ વખત કર્યાં દર્શન
- ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મા અંબા પાસે કોરોના નાબૂદ કરવા કરી પ્રાથના
- શિક્ષણ પ્રધાને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી
ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રવિવારે અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા, પરંતુ કોરોના સંક્રમણના કારણે ગર્ભગૃહમાં VIP દર્શન બંધ હોવાથી પ્રધાન સહિત ધારાસભ્યોએ અન્ય દર્શનાર્થીની જેમ બહારથી જ દર્શન કર્યા હતા. ત્યારબાદ શિક્ષણ પ્રધાને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર દેશમાંથી કોરોના વાઇરસ નાબૂદ કરવા માતાજીને પ્રાર્થના કરી હતી.
જ્યારથી લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારથી અંબાજી મંદિરમાં હોમ-હવન બંધ કરી દેવાયા હતા, પરંતુ રવિવારે નવરાત્રીની આઠમ નિમિત્તે મંદિર પરિસરમાં ફરી હોમ-હવનની શરૂઆત કરવામાં આવી છે. જેથી રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે માતાજીનો હવન કર્યો હતો.