- સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની પડે
- બનાસકાંઠા જિલ્લામાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો
- ધારાસભ્ય દ્વારા ફંડ એકત્રિત કરી ઓક્સિજનની બોટલ આપવામાં આવી
બનાસકાંઠા : જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે અત્યારે કોરોના દર્દીઓને સારવાર માટે સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની પડતી હોય છે, ત્યારે આવા સમયે વારંવાર ઓક્સિજનની અછતના કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત થયા છે. ત્યારે ફરી ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીઓના મોત ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો છે.
ડીસાના બિલ્ડરે ઓક્સિજન મશીન અને ઓક્સિજનની બોટલ આપી
ડીસાના બિલ્ડરે ઓક્સિજન મશીન અને ઓક્સિજનની બોટલ આપી હતી. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે અને સમાજના આગેવાનોને સહયોગથી ફંડ એકત્રિત કરી ઓક્સિજનની બોટલ લાવવામાં આવી હતી. આ સિવાય પણ બનાસકાંઠા જિલ્લાના વતની અને વિવિધ ધંધા સાથે અન્ય રાજ્યોમાં સંકળાયેલા દાતાઓએ પણ ઓક્સિજન માટે સહયોગ આપ્યો છે. આમ, બનાસકાંઠા જિલ્લામાં જ્યારે પણ કોઈ આફત આવી છે ત્યારે દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવે છે.
આ પણ વાંચો : હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન
બનાસકાંઠા જિલ્લા માટે 55 મશીનની સહાય આપવામાં આવી
બનાસકાંઠા જિલ્લા માટે 55 મશીન, પાટણ જિલ્લા માટે 38 સાબરકાંઠા અને રાજસ્થાન માટે પણ 35 ઓક્સિજન મશીનની સહાય આપવામાં આવી છે. આજે ડીસા ભણસાલી હોસ્પિટલના તબીબો દ્વારા ઓક્સિજન મશીન ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જીગ્નેશ હરિયાણીને અર્પણ કર્યા હતા. જે ઓક્સિજન મશીન દ્વારા ઇમર્જન્સીમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેનો લાભ લઈ શકશે અને કોરોના મહામારીમાં લોકોની જાનહાનિ અટકાવી શકાશે.