ETV Bharat / state

શું ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે કોરોનાનું ગ્રહણ લાગશે ? - Ambaji News

શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે. જે સાત દિવસના મેળા માં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે અને નવરાત્રી દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પુરે પુરી શક્યતાઓ જોવા મળી રહી છે.

Bhadarvi Poonam fair
Bhadarvi Poonam fair
author img

By

Published : Sep 3, 2021, 5:22 PM IST

  • ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ લાગી શકે છે કોરોનાનું ગ્રહણ
  • અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમબરથી શરૂ થવા જઈ રહ્યો છે
  • મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી

બનાસકાંઠા: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો લગભગ 14 સપ્ટેમબરથી શરૂ થવા જઈ રહ્યો છે પણ કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે તેવું લાગી રહ્યું છે. જોકે ગતવર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતને પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે. કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ લાગી શકે છે કોરોનાનું ગ્રહણ

યાત્રિકો મેળા પૂર્વે જ મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું

કોરોના મહામારીને લઈ 14 સપ્ટેમ્બરથી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મુલતવી રહી શકે છે. એટલું જ નહીં કદાચ મંદિર પણ બંધ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. યાત્રિકો તે પૂર્વે જ મા અંબેના દર્શન કરી લેવાને મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે. માર્ગો મંદિર બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે.

સેવાભાવી લોકોએ પોતાના વાહનોમાં દવાઓ લઈ પદયાત્રીઓની સેવા કરી

ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે આરોગ્ય ન હોય કે પછી ચા નાસ્તાને જમણવારના નિઃશુલ્ક સેવા કેમ્પો શરૂ થતા હોય છે પણ આ વખતે પદયાત્રીઓ પોતાની યાત્રા વહેલા શરૂ કરી દીધી છે. એક પણ સેવાકેમ્પ જોવા મળતા નથી પણ સેવાભાવી લોકો દ્વારા પોતાના વાહનોમાં દવાઓ લઈ પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં પણ શ્રદ્ધાળુઓની સુખાકારી માટે અંબાજીનો મેળો બંધ રહે તેવું યાત્રિકો પણ ઈચ્છી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.