બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં દારૂ/જુગાર ની પ્રવૃત્તિ નેસ્ત તે અંગે કડક અમલવારી કરવાની સૂચના આપી હતી. જેને લઇને શ્રી પી.એલ.વાઘેલા તથા શ્રી એ.એ.ચૌધરી એલ.સી.બી અને સ્ટાફના પ્રવિણસિંહ,નરેશભાઈ,મહેશભાઈ, ભરતભાઇ, મહેશભાઈની ટીમે પાલનપુર ટાઉનમાં પેટ્રોલિંગમાં દરમિયાન શ્રી પી.એલ.વાઘેલાને મળેલ બાતમી હકીકત આધારે પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર પાલનપુર મુકામે માઉન્ટ-વે હોટલ-ગેસ્ટ હાઉસના રૂમ નં.૧૧૫ માં મનિષકુમાર રાધેશ્યામજી ખટીક (રહે.ભીલવાડા તિલકનગર કોલોની, મકાન નં.૧૦-એફ-૧૮ તા.જી.ભીલવાડા) રૂમમાં વર્લ્ડકપ અફઘાનીસ્તાન-બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ વન-ડે ક્રિકેટ મેચ ઉપર વિધુત ઉપકરણો તથા મોબાઇલથી ગે.કા.નો જુગારના ક્રિકેટના સટ્ટાનો અડ્ડો ગ્રાહકો પાસે ભાવ મેળવી રમી રહેલ છે. પોલીસે તાત્કાલિક પગલાં લઇને આરોપીઓને પકડી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી સાધન સામગ્રી કિ.રૂ.૩૩૮૦૦/- તથા મોબાઇલ ફોનો કુલ નંગ-૨૭ કિ.રૂ.૩૨૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૬૩૫૦/- તથા સ્કોર્પીયો ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૭૨,૬૫૦/- ના મુદ્દામાલ સાથે પકડયા હતા. બંને આરોપીઓ વિરૂધ્ધ પાલનપુર પશ્ચિમ પોસ્ટે કાયદેસર કાર્યવાહી કરેલ છે.