આજે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણીયા પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ હમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી વાઘણીયાએ તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગો કર્યા છે. આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાઘણીયાની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે.
કનવરજી વાઘણીયા આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમ તો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવી સીઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના લીધે કનવરજી વાઘણીયાએ રવી સીઝનમાં ચોળીનું સફળ વાવેતર કરતા રવી સીઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. જેને લઇ કનવરજી વાઘણીયા અને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજવામાં આવ્યા છે.
આજકાલ ખેડૂતો પોતાના થતા નુકસાન અંગે હંમેશા સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવતા હોય છે. ત્યારે કનવરજી વાઘણીયા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ખેડૂતોએ જગતનો તાત છે. અને આવા આંદોલનોને રાજકીય ઈશારે ખેડૂતોના થતા ઉપયોગ જણાવી ખેડૂતોને હિમાયત કરી હતી કે, આંદોલનમાં સમય બગાડવા કરતાં ખેડૂતોએ ખેતીમાં વધુ મહેનત કરવી જોઈએ જેથી તેને થયેલા નુકસાનનું વળતર પોતે જ મળી શકે છે. બીજી તરફ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,જો દરેક ખેડૂત અલગ-અલગ પ્રકારે સિઝનમાં ખેતી કરશે તો પોતાને થતુ નુકશાન માંથી બહાર આવશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે 2022 સુધી ખેડૂતોની બમણી આવક થશે તે સ્વપ્ન જરૂર સાકાર થશે.