- મોડાસામાં કોરોનાને આપવામાં આવી રહ્યું છે આમંત્રણ
- બેન્કોની બહાર લાગે છે દરરોજ લાંબી લાઈનો
- પોલીસ તંત્ર મુક દર્શક બની
મોડાસા- અરવલ્લી : એક તરફ કોરોનાની ચેઈન તોડવા માટે સરકારે 36 શહેરોમાં નિયંત્રણો લાદ્યા છે પણ મોડાસા જિલ્લામાં બેંકો આગળ ગ્રાહકોની લાઈનમાં સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે. અરવલ્લીમાં બેંક ઓફ બરોડાની શાખાઓ બહાર રોજ ગ્રાહકોની ભીડ જામે છે.
બેન્કની બહાર કોરોનાને આપવામાં આવે છે નોતરું
કોરોનાની ચેઈન તોડવા માટે દુકાનો બંધ છે. લોકો સરકારના આદેશના પાલન કરી ધંધા રોજગાર બંધ રાખ્યા છે. એવામાં મોડાસાની બેન્ક ઓફ બરોડા આગળ રોજ કોરોનાની ચેઈન બને છે. રોજ મોટી સંખ્યામાં ગ્રાહકો બેંક ઓફ બરોડાની બહાર લાઇન લગાવીને ઉભા રહે છે. કોવિડ-19ના સમયે મોટી સંખ્યામાં એક સ્થળે ગ્રાહકોની ભીડ હોવા છતાં બેંક દ્વારા કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. અરવલ્લી જિલ્લામાં આવેલી BOBની શાખાઓમાં દરરોજ મેળા જેવો માહોલ સર્જાય છે. બેંક બહાર ગ્રાહકોની ભીડ કોરોનાને નોંતરા સમાન છે.
આ પણ વાંચો : મોડાસામાં કોરોના સંક્રમણ અટકાવવા નગરને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું
પોલીસ તંત્ર મુક પ્રેક્ષક
બેંક ઓફ બરોડા બહાર રોજ ભીડ એક્ઠી થાય છે તે વાત તંત્ર ને પણ ખબર છે પરંતુ વહીવટી તંત્ર, આરોગ્યતંત્ર અને પોલીસ તંત્ર જાણે મુક પ્રેક્ષક બન્યા હોય તેમ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો બીજી બાજુ દુકાનદારો પણ તંત્રની આવી બેદરકારી અને લાલીયાવાડી જોઇ પોતે દુકાનો બંધ રાખી છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે.