બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક માટે શુક્રવારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી (Bank Election In Banaskantha) યોજાઈ હતી. પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં કાંકરેજ બેઠક પરથી ડિરેક્ટર અણદાભાઇ પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં (Election of Chairman and Vice Chairman) આવી હતી, જયારે ભાભર બેઠકના ડિરેક્ટર પીરાજી ઠાકોરને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ બાદ નાયબ ચૂંટણી અધિકારી શિવરાજ ગિલવાએ આ બન્ને ઉમેદવારો સામે કોઈપણ હરીફ ઉમેદવાર ન આવતા બન્ને ને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્તિ કરી હતી.
ડિરેક્ટરોમાં આનંદની લાગણી
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં પટેલની બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટણીની વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અણદાભાઈ પટેલ છેલ્લા ૧૯ વર્ષથી બનાસ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. હવે જ્યારે તેમને ચેરમેન તરીકે નિયુક્ત થતાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે તેઓ કાર્યરત રહેશે, જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન તરીકે પીરાજી ઠાકોરની વરણી કરવામાં આવતા ઠાકોર સમાજમાં પણ ઉત્સાહની લાગણી છવાઇ છે.
સહકારી બેંકમાં સૌ પ્રથમવાર ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં સૌપ્રથમવાર ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળતા ઠાકોર સમાજ ખુશી અનુભવી રહ્યો છે. કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરને બાદ હવે ભાજપ ઠાકોર સમાજને રિજવવામાં પાછળ રહેવા માંગતુ નથી અને એટલા માટે જ બનાસ બેંકમાં સૌપ્રથમ વખત ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે, અને જીલ્લાની સૌથી મોટી બેંકમાં ભાજપે ચૌધરી અને ઠાકોર સમાજનું સંકલન કર્યું છે. જે સંકલન આગામી સમયની ચૂંટણીમાં ભાજપ માટે આશીર્વાદ સમાન બનશે તેમ રાજકીય વિશેષજ્ઞો માની રહ્યા છે.
આ પણ વાંચો:
Gram Panchayat Election 2021: સરપંચની ચૂંટણી જીતવા ચવાણાનો સહારો, પેકેટોની લ્હાણી