બનાસકાંઠા: વર્ષ 2011માં પીએસઆઇની લેખિત પરીક્ષા હતી. અમીરગઢ તાલુકાના ધનપુરા ગામના વકીલ અરવિંદજી ઠાકોર પોલીસની પ્રેક્ટીકલ પરીક્ષા હોવાથી હિંમતનગર ગયા હતા. ત્યારે ઠાકોર સમાજના ગ્રુપમાંથી મેસેજ દ્વારા માહિતી મળી હતી. સમાજના યુવકોને હિંમતનગર તાલુકાના બેરણા ગામે રહેતા બળવંતસિંહ ઠાકોરને ત્યાં રહેવા જમવાની સગવડ કરાઈ છે. જોકે તારીખ 23 ડિસેમ્બર 2021 પરીક્ષા માટે બેરના રોકાયા હતા.
"બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડીસા ડિવિઝનમાં ગત તારીખ 8/9/2023 ના રોજ અરજદાર અરવિંદજી મફાજી ઠાકોર રહેવાસી ધનપુરા ઢોલીયા અમીરગઢ જેમણે એક ફરિયાદ નોંધાવી છે. જે 406 420 અને 114 મુજબની ફરીયાદ દાખલ કરાવી છે. આ બાબત એવી છે કે ફરિયાદીને આરોપી બળવંતસિંહ ઠાકોરે પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા માટે કહ્યું હતું. પોતાની ખૂબ ઓળખાણ છે. જે આ નોકરી માટે લેખિત પરીક્ષામાં પાસ કરાવશે એવા ખોટા વચન આપીને રૂપિયા બે લાખ લીધા હતા. આવી રીતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાલ ચાલુ છે.--"કુશલ ઓઝા ( ડીસા dysp)
20 લાખ રૂપિયામાં સોદો: પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવા માટે 20 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. જેમાં બે લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. ત્યારબાદ બીજા પી એસ આઈની પરીક્ષામાં પાસ થયા બાદ આપવાના હતા. જોકે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને તેમાં અરવિંદ ઠાકોર નાપાસ થયા હતા. ત્યારબાદ તેમને પૈસા પરત માંગતા આરોપીએ પૈસા પરત ન આપતા છેતરાયેલા અરવિંદ ઠાકોર અમીરગઢ પોલીસ વખતે બળવંતસિંહ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમીરગઢ પોલીસે હિંમતનગર બેરણાના બળવંતસિંહ ઠાકોરની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.