આ ઘટનાની વિગત મુજબ જોઈએ તો અમીરગઢ PSI સી.પી.ચૌધરીને મળેલી વિગતોના આધારે પુના શહેરમાં કારની લૂંટ વીથ મર્ડર કરી આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી રહ્યા હતાં. માહિતીના આધારે અમીરગઢ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા નાકાબંદી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પુના પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
નાકાબંદી દરમિયાન પાલનપુર તરફથી આવતી કારને અમીરગઢ પોલિસની અલગ-અલગ ટીમોએ અમીરગઢ બોર્ડર ઉપર કાર નંબર MH12QG8987ના ચાલકને પકડી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તથા પુના પોલીસ પાસેથી મળેલ માહિતી અન્વયે આરોપીઓ ઓન લાઇન બુકીંગ કરી કાર ભાડે લઈ જવાનું નક્કી કરી ભાડાની કારના ડ્રાઈવર સુનિલ રઘુનાથ શાત્રી રહેવાસી પુનાવાળાને ગળું દબાવીને હત્યા કરીને ફેંકીને કારની લૂંટ કરી હતી.
કારની ચોરી અને હત્યા કર્યા બાદ આરોપી કાર લઈ રાજસ્થાન ભાગતા એક આરોપી તપીશકુમાર પુખરાજ જાટ રહેવાસી ભગતની કોઠી જોધપુર વાળાને ઝડપી લીધેલ જેના અનુસધાને સોમવારના પુનાના કોડવા પોલીસ સ્ટેશનના PI ચેતન મોરે તેમની ટિમ સાથે અમીરગઢ આવી ઉપરોક્ત આરોપીનો કબ્જો સંભાળી લીધેલ છે.
આમ અમીરગઢ પોલીસની સતર્કતાના કારણે એક નિર્દોષ વ્યકિતની હત્યા કરી નાસી જતા આરોપીને ઝડપી લઈ ઉમદા કાર્યવાહી કરી અનડિટેક ગુનો શોધી કાઢેલ છે. તેમજ ઉપરોક્ત ગુનો પોલીસના રાષ્ટ્રીય સંકલન આધારે ગણતરીના કલાકોમાં શોધાયેલ છે.
અત્રે નોંધનીય છે કે, ઉપરોક્ત ગુનામાં રાજુ ડોલી નામની રાજસ્થાનના જોધપુરની ગેંગ સંડોવાયેલ હોવાનું પ્રાથમિક તબ્બકે જાણવા મળેલ છે.