ETV Bharat / state

બનાસકાંઠા : નવા વર્ષ નિમિત્તે માલિકે સમગ્ર સ્ટાફને ભેટમાં 44 બાઇક આપી - શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપ

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકામાં આવેલા ભરડવા ગામના થાનાજી રાજપૂત દ્વારા તેમના ટ્રાન્સપોર્ટમાં કામ કરતા 44 કર્મીઓને અનોખી ભેટ આપી છે. શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપના માલિક થાનાજી માનાજી રાજપુતે પોતાના સમગ્ર સ્ટાફને નવા વર્ષની ભેટરૂપે 44 કર્મીઓને બાઇક આપ્યા છે.

શ્રી નડેશ્વરી ટ્રાન્સફર
શ્રી નડેશ્વરી ટ્રાન્સફર
author img

By

Published : Nov 17, 2020, 2:04 AM IST

  • માલિકે આપી બેસતા વર્ષની અનોખી ભેટ
  • નડેશ્વરી ટ્રાન્સફરના માલિકે પોતાના સ્ટાફને ભેટમાં 44 બાઈક આપ્યા
  • થરાદમાં શ્રી નડેશ્વરી ટ્રાન્સફરમાં દિવાળીની ઉજવણી

બનાસકાંઠા : જિલ્લાના થરાદમાં આવેલી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપના માલિક થાનાજી રાજપુત દ્વારા પોતાના સમગ્ર સ્ટાફને દિવાળી અને નવા વર્ષેની ભેટરૂપે 44 લોકોને બાઇક આપ્યા છેે. થરાદ ખાતે શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપના માલિક થાનાજી રાજપૂત દ્વારા તેમની કંપનીમાં કામ કરતા 44 લોકોને પોતાનો પરિવાર સમજીને સમગ્ર સ્ટાફને 90 હજારની કિંમતનું બાઈક ભેટ આપવામાં આવી હતી.

કર્મચારીઓ મારો પરિવાર છે, મોર પીંછાથી જ રળિયામણો લાગે છે

શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટના માલિક થાનાજી રાજપૂતે જણાવ્યું હતું કે, શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપનો સ્ટાફ માત્ર મારા કર્મચારીઓ નથી, પરંતુ મારા પરિવારના સભ્ય છે અને એમના થકી જ હું ઉજળો છું. એટલે મને વિચાર આવ્યો કે, મારા પરિવારના લોકોને દિવાળીની ભેટમાં એક એક બાઈક આપું. જેથી એમને કામ આવે.

શ્રી નડેશ્વરી ટ્રાન્સફર
કર્મચારીઓ મારો પરિવાર છે, મોર પીંછાથી જ રળિયામણો લાગે છે : થાનાજી રાજપૂત

કોરોના કાળમાં સરહદી વિસ્તારમાં અનોખી ભેટ બની ઉદાહરણરૂપ

વિક્રમ સંવત મુજબ દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ. જે બાદ કારતક સુદ એકમના દિવસે નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે વર્ષને અંતે દિવાળી નિમિત્તે કંપનીઓ દ્વારા તેમજ વેપારીઓ દ્વારા પોતાના સ્ટાફને દિવાળીની ભેટ આપવામાં આવતી હોય છે. થરાદ ખાતે શ્રી નડેશ્વરી ટ્રાન્સપોર્ટ ગૃપના માલિક થાનાજી રાજપૂત દ્વારા તેમની કંપનીના સ્ટાફને 90 હજારની કિંમતનું બાઈક ભેટમાં આપવામાં આવી છે. જે સમગ્ર થરાદ પંથકમાં ઉદારતાનું ઉદાહરણ બન્યું છે.

શ્રી નડેશ્વરી ટ્રાન્સફર
નડેશ્વરી ટ્રાન્સફરના માલિકે પોતાના સ્ટાફને ભેટમાં 44 બાઈક આપ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.