બનાસકાંઠા : સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આધારિત ભરતીનો ઠરાવ કરવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠાના ટેટ અને ટાટના વિદ્યાર્થીઓએ નિયમનો સખત વિરોધ કર્યો હતો. તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને અને કલેકટરને આવેદનપત્ર આપી ભરતી રદ કરવા મઅને કાયમી ભરતી કરવા માટેની રજૂઆત કરી હતી. આ ઠરાવનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમની સાથે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે પણ રહ્યાં હતાં.
સરકારી શિક્ષક બનવાનું સપનું સેવતા ઉમેદવારોનું એક જ કલમના ઝાટકે જે છેદ ઉડાડ્યું છે જેમાં અમે તમામ ટેટ અને ટાટના વિધાર્થીઓ સરકારની આ નીતિનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. - વિદ્યાર્થી
ઉમેદવારોની ઉંમર થવા આવી : છેલ્લા 5 - 5 વર્ષથી સરકારે ટેટ અને ટાટ પરીક્ષા લીધી નથી. 2023 માં જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવી તો સરકાર જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવા જઈ રહી છે. કેટલાય ઉમેદવારોની ઉંમર થવા આવી છે. સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહેલા આવા ઉમેદવારો માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી લોલીપોપ સાબિત થઈ છે તેવુ વિદ્યાર્થીઓનુ માનવું છે.
ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠામાં જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. 2017 થી લઈ 2023 સુધી TET અને TAT પાસનાવિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાના કારણે ઘણા યુવાનો રેગ્યુલર ભરતી માટે શિક્ષિત હોવા છતાં ભરતીની રાહ જોઈને બેઠા હતાં. ત્યારબાદ પરીક્ષા લેવાય પરીક્ષા લેવાયા બાદ મેરીટ બન્યું શિક્ષણ જેવાં વિભાગમાં પ્રવાસી શિક્ષક તરીકે જે એમની સોફ્ટ ટાઇમ માંટે કરીને કામ કર્યું. પરંતું હવે એમની ઉંમર થઇ એટલે આની જગ્યાએ રેગ્યુલર ભરતી સરકાર કરે તેવી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની માગણી છે.- ગેનીબહેન ઠાકોર(ધારાસભ્ય, વાવ)
સળગતો સવાલ : સરકાર આ જ્ઞાન સહાયક ભરતીને વચગાળાની વ્યવસ્થા કહી રહી છે જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે. પરંતુ જ્ઞાન સહાયકની ભરતી માટે જે પ્રકિયા કરવી પડે તે જ પ્રક્રિયા કાયમી ભરતી માટે પણ છે તો સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? અત્યારે દરેક ઉમેદવાર માટે આ એક સળગતો સવાલ છે.