ETV Bharat / state

Banaskantha News : ડીસાના 10 પાસ યુવાને કોઠાસૂઝથી બનાવ્યું હળદર અને આદુની ખેતી માટે મશીન, અન્ય રાજ્યમાં માગ

author img

By

Published : May 30, 2023, 4:01 PM IST

આધુનિક એન્જીનીયરિંગનું ભણતર મેળવ્યું ન હોય એવા યુવાનના ઇજનેરી કૌશલ્યની આ વાત છે. ડીસાના સંદીપ પંચાલના ખેતી મશીનો લોકપ્રિય બનેલાં છે. તેમણે હાલમાં હળદર અને આદુની ખેતી માટેના મશીન બનાવ્યાં છે. જેની અન્ય રાજ્યમાં માગ નીકળી છે.

Banaskantha News : ડીસાના 10 પાસ યુવાને કોઠાસૂઝથી બનાવ્યું હળદર અને આદુની ખેતી માટે મશીન, અન્ય રાજ્યમાં માગ
Banaskantha News : ડીસાના 10 પાસ યુવાને કોઠાસૂઝથી બનાવ્યું હળદર અને આદુની ખેતી માટે મશીન, અન્ય રાજ્યમાં માગ
સમય અને મજૂરી ખર્ચ બચાવતું મશીન

ડીસા : આજના સમયમાં ખેતીની વિવિધ પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધનોથી ખેડૂતો મોટો ફાયદો મેળવે છે. તેમ જ ખેતીના સાધનોમાં પણ અત્યાધુનિક ઇજનેરી કૌશલ્ય ઉમેરાતું જઇ રહ્યું છે જેના કારણે કોઇપણ પાકની વાવણી અને લણણીની પ્રક્રિયામાં સમયની બચત અને ઓછી મજૂરી ખર્ચાય તે જોવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં ધોરણ 10 પાસ યુવકનું ખેતીના મશીનો બનાવવાનું પરંપરાગત ઇજનેરી કૌશલ્ય લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેમણે ખેતી માટેના મશીનોમાં હાલમાં હળદર અને આદુની વાવણી સરળ બનાવતું ટર્મીરીક મશીન બનાવ્યું છે જેની અન્ય રાજ્યોમાં માગ નીકળી છે.

હળદર અને આદુની ખેતી માટે મશીન : બનાસકાંઠાના ડીસામાં 26 વર્ષીય સંદીપ પંચાલ નામના યુવકે હળદર તેમજ આદુના પાકની વાવણી માટેનું અદ્યતન સુવિધા ધરાવતું અનોખું મશીન બનાવ્યું છે. આ મશીનની માગ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં છે. ટેકનોલોજી ધરાવતા મશીનરીથી ખેતીમાં ઝડપી ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી શકાય. વર્ષો પહેલા ખેડૂતો બળદ દ્વારા હળ ચલાવી ખેતી કરતા હતાં પરંતુ અત્યારના યુગમાં દિવસેને દિવસે વધતી ટેકનોલોજીના કારણે ખેડૂતો પણ અદ્યતન ટેકનોલોજીથી ખેતી કરવા તરફ વળ્યા છે અને આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના વતની રસાણા-મોટાં ગામના સંદીપ વસંતભાઈ પંચાલ પોતાની કોઠાસૂઝથી અદ્યતન ટેકનોલોજી ધરાવતું ટર્મીરીક મશીન બનાવ્યું છે જેનાથી હળદર અને આદુની ખેતી સરળતાથી થઈ શકે છે.

અમે આધુનિક સાધનો બનાવીએ છીએ. લગભગ 2000ની સાલથી મારું કારખાનું ચાલે છે આ ધંધો મને વારસાગત મળેલો છે. પહેલા અમારો આ ધંધો મારા ફાધર સંભાળતા હતા, ત્યારબાદ તે ઉંમરલાયક થયા એટલે હવે હું સંભાળું છું. અમે ખેતી માટેના અલગ અલગ સાધનો બનાવીએ છીએ જેમાં પોટેટો માટે પોટેટો પ્લાન્ટર છે પોટેટો ડીગર છે વગેરે જેવાં સાધનો બનાવીએ છીએ. ત્યારે આ વખતે અમે એક નવું ટર્મીરીક પ્લાન્ટર બનાવ્યું છે જેમાં આદુ અને હળદરની ખેતી થઈ શકે છે. આ મશીનની અધર સ્ટેટમાંથી ઇન્કવાયરી હતી તેથી અમે તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને આ મશીન બનાવ્યું છે. પહેલા તેમના વિસ્તારમાં ટર્મરિક મશીન હતા પણ તે સાદા મશીન હતાં જેથી તે મશીન ઉપર પ્લાનટીંગ કરતી વખતે પાંચ મજૂરની જરૂર પડતી હતી. ત્યારબાદ અમે જે ટર્મીરીક પ્લાનિંગ મશીન બનાવ્યું છે જેમાં કોઈ મજૂરની જરૂર પડતી નથી..સંદીપ પંચાલ (ટર્મીરીક મશીન બનાવનાર)

ટર્મીરીક મશીનની વિશેષતા : સંદીપ પંચાલે બનાવેલા ટર્મીરીક મશીનની વિશેષતા એ છે કે તેમનું મશીન સમયનો ઘણો બચાવ કરે છે. પહેલાં આદુ અને હળદરની ખેતી કરવા માટે સાદા મશીનનો ઉપયોગ થતો હતો જેમાં એક હેક્ટરમાં આદુ અને હળદરની વાવણી કરવા માટે ત્રણ કલાકનો સમય લાગતો હતો. એટલું જ નહીં એક મશીન પર પાંચ જેટલા મજૂરોની કામ કરવા માટે જરૂર પડતી હતી એટલે તેનો ખર્ચ પણ વધી જતો હોય. ત્યારે અત્યારે સંદીપ પંચાલે પોતાની કોઠાસૂઝથી બનાવેલું ટર્મીરીક મશીનના વપરાશમાં હળદર અને આદુની ખેતી માટે વાવણી કરવામાં એક હેક્ટરમાં માત્ર દોઢ કલાકનો સમય થાય છે તેમ જ આ મશીન ઉપર માત્રને માત્ર એક જ માણસની જરૂર પડે છે.

મશીન આ રાજ્યોમાં થાય છે સપ્લાય : ડીસાના ભોંયણ પાસે આવેલાં જય અંબે એગ્રીકલ્ચરના સંદીપ પંચાલ દ્વારા બનાવવામાં આવેલ આ મશીન મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, વેસ્ટ બંગાળ સહિત ગુજરાતમાં લોકપ્રિય છે. મશીન મેકિંગમાં નવા જમાના પ્રમાણે સગવડો ઊભી કરવામાં આવી છે ત્યારે સંદીપ પંચાલનું ટર્મીરીક મશીન અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે.હળદર અને આદુની ખેતી ગુજરાતમાં બહુ નથી થતી પણ જે રાજ્યોમાં થાય છે ત્યાં આ મશીન જઇ રહ્યું છે.

  1. Ahmedabad News : પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બનાવ્યું બ્રિક મેકિંગ મશીન, ઘરના તાપમાનમાં ઘટાડો કરશે
  2. Surat News : છેલ્લા 112 વર્ષથી બંદૂકની ધાતુમાંથી તૈયાર મશીન, ગરમીમાં લોકોને શેરડીના રસ થકી આપે છે રાહત
  3. જો કચરો અહીં-ત્યાં ફેંકવામાં આવે તો ડસ્ટબિન કહેશે - 'કૃપા કરીને મારો ઉપયોગ કરો'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.