ચેન્નાઈઃ અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને વહેલા બેટિંગ કરવા ઉતરવું પડ્યું હતું, કારણ કે, ભારતે 3 વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. હસન મહમૂદની શાનદાર બોલિંગને કારણે ભારતે પહેલા કલાકમાં જ 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા અને સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
Argument between liton das & rishabh pant.
— PantMP4. (@indianspirit070) September 19, 2024
Rishabh : " usko feko na bhai mujhe kyu mar rhe ho" pic.twitter.com/cozpFJmnX3
પંત અને દાસ વચ્ચે બોલચાલી:
ટીમ મુશ્કેલીમાં હોવા છતાં, પંતે આક્રમક શૈલીમાં શરૂઆત કરી. તે માત્ર બાઉન્ડ્રી ફટકારવાનો જ પ્રયાસ કરતો નહોતો, પરંતુ જ્યારે પણ તેને તક મળતી ત્યારે સિંગલ્સ પણ લેતો હતો. આ દરમિયાન પંતને બોલનો એક થ્રો વાગ્યો. જે બાદ તેની ટક્કર બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ સાથે થઈ હતી. બંને વચ્ચેની જોરદાર દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં ઋષભ પંત કહી રહ્યો છે કે, તું જો તો ખરા, તું મને કેમ બોલ મારે ફટકારે છે…?' આના જવાબમાં લિટન દાસ વીડિયોમાં કહેતા સંભળાય છે, 'જો વિકેટ સામે હશે તો હું મારીશ જ'. તેમની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Pant-Ball is 🔙 in Test Cricket! 💪#IDFCFirstBankTestSeries #JioCinemaSports #INDvBAN pic.twitter.com/dh81IOml6M
— JioCinema (@JioCinema) September 19, 2024
લંચ સુધીનો ભારતનો સ્કોર (88/3) યુવા બેટ્સમેન પંત અને જયસ્વાલે શાનદાર બેટિંગ કરીને ભારતને શરૂઆતના આંચકામાંથી બહાર કાઢ્યું હતું. ચેન્નાઈ ટેસ્ટના પહેલા દિવસે લંચ સુધી ભારતે 3 વિકેટના નુકસાન પર 88 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ (37) અને ઋષભ પંત (33) રન બનાવીને ક્રિઝ પર છે. બંનેએ અત્યાર સુધી સકારાત્મક વલણ અપનાવ્યું છે અને બાંગ્લાદેશી બોલરોને હાવી થવા દીધા નથી.
Lunch on Day 1 of the 1st Test.#TeamIndia 88/3
— BCCI (@BCCI) September 19, 2024
Scorecard - https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/hshqX5Flfy
- આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતે 34ના સ્કોર પર તેની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા (6), શુભમન ગિલ (0) અને વિરાટ કોહલી (6) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
- ત્યારબાદ હસને તેની 4 વિકેટ પંતની લઈ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે. પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા છે. પંતના ગયા બાદ ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન-વિકેટકીપર કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યો છે. હાલ ભારતનો સ્કોર 4 વિકેટ સાથે 103 રન પર છે.
આ પણ વાંચો: