ETV Bharat / state

Banaskantha News : ડીસામાં ઉત્તર ગુજરાતનું એકમાત્ર આવેલું છે દશામાનું મંદિર, જાણો તેની આસ્થા વિશે - દશામાનું મંદિર

ઉત્તર ગુજરાતમાં દશામાનું વ્રત કરતાં શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું દશામા મંદિર ડીસામાં આવેલું છે. જીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું દશામાનું મંદિર દર્શન કરવા રાજસ્થાનથી ભક્તો આવતાં હોય છે.

ડીસામાં ઉત્તર ગુજરાતનું એકમાત્ર દશામા મંદિર, દશામાનું વ્રત કરતાં શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર

author img

By

Published : Jul 17, 2023, 6:36 PM IST

શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર

બનાસકાંઠા : ઉત્તર ગુજરાતનું સૌથી મોટુ દશામાનું મંદિર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલું છે. આ મંદિર 30 વર્ષ જૂનું અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને અહીં શ્રાવણ માસમાં 10 દિવસ મોટો મેળો ભરાય છે. આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો દર્શનાર્થે આવે છે.

ઉત્તર ગુજરાતનું 30 વર્ષ જૂનું એકમાત્ર દશામા મંદિર : બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળો પર પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. જેની સાથે ઇતિહાસ પણ જોડાયેલો છે. ત્યારે ડીસામાં પણ વર્ષો જૂનું અને ચમત્કારિક મંદિર આવેલું છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં દશામાનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.

આ દશામાનુ મંદિર છેલ્લા 30 વર્ષ જૂનું છે. અહીં આ મંદિર ગુજરાતનો બીજા નંબરનું અને ઉત્તર ગુજરાતનું પહેલા નંબરનું મંદિર આવેલું છે. અહીં દશામાના વ્રતના સમયે દૂરથી લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે...વિજયભાઈ વાઘેલા(દશામા મંદિરના વ્યવસ્થાપક)

દશામાં મંદિરની પ્રસિદ્ધિ : વર્ષો પહેલાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા હંસાબેન જેન્તીજી વાઘેલાના ત્યાં દશામાંની એક નાની ડેરી હતી.હંસાબેન વાઘેલાની પૂજા અર્ચનાના કારણે દશામાના આશીર્વાદ હંસાબેનને મળ્યાં ત્યારથી આ મંદિરે અનેક ચમત્કાર થવા લાગ્યાં હતાં. જે બાદ આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાઈ અને આ વિસ્તારમાં મોટું દશામાનું મંદિર નિર્માણ થવા પામ્યું હતું. ખાસ કરીને પુત્ર પ્રાપ્તિ થાય તો દશામાના મંદિરે છત્તર ચડાવવાની પરંપરા છે.

મારે પહેલા સંતાન ન હતાં. ત્યારબાદ મેં માતાજીની શ્રદ્ધા રાખી અને માતાજીના મંદિરે દર્શન કરવા આવતી હતી અને માતાજીના નામના ઉપવાસ કરતી હતી. ત્યારબાદ મારે માતાજીની અસીમ કૃપાથી હાલમાં બે દીકરા છે. મને માતાજી એ સ્વપ્નમાં આવીને કીધું હતું કે તું ચિંતા ના કરીશ. હું તને સંતાન આપીશ. ત્યારબાદ હાલમાં મારે બે દીકરા છે. તેથી હું 25 વર્ષથી આ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી માતાજીની ભક્તિ કરીશ...હીરાબેન(શ્રદ્ધાળુ )

છત્તર અર્પણ કરવાની પરંપરા : ડીસા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા આ દશામાના મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. તેમજ જે મહિલાઓને સંતાન થતા ન હોય તો તે મહિલાઓ માતાજીની બાધા આંખડી રાખતા હોય છેે. દશામાં તેમની મનોકામના પૂર્ણ કરે ત્યારબાદ મહિલાઓ પોતાના સંતાનને લઇ દશામાના મંદિરે આવે છે. મંદિરે છત્તર અર્પણ કરવાની પરંપરા આજે પણ અહીં ચાલી આવી છે.

શ્રાવણ માસમાં 10 દિવસ મોટો મેળો ભરાય : શ્રાવણ માસમાં 10 દિવસ મહિલાઓ દશામાના વ્રતની ઉજવણી કરતી હોય છે. ત્યારે આ દશામાના મંદિરમાં 10 દિવસ મોટો મેળો ભરાય છે અને આ મંદિરે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરાય છે. આ મંદિરે ભરાતા મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ લોકો મોટી સંખ્યામાં મા દશામાના દર્શનાર્થે આવે છે. તેમજ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસના દિવસે પાટોત્સવનું આયોજન કરાય છે. જેમાં હવન તેમજ મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવ મહોત્સવમાં આવે છે.

  1. પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી
  2. દશામાને ધરવામાં આવ્યો 135 ફરાળી વાનગીઓનો અન્નકૂટ, જાણો વ્રતધારીઓની શ્રદ્ધાનો પરિશ્રમ...
  3. Divaso 2022 : દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.