- સપ્રેડામાં થયેલા મનરેગા કૌભાંડની તપાસ ન થતા ગામલોકો ભૂખ હડતાલ પર
- સપ્રેડા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે કરી રહ્યા છે ભૂખ હડતાલ
- કૌભાંડની તપાસ નહીં થાય તો ભૂખ હડતાલની આપી હતી ચીમકી
બનાસકાંઠા : વાવ તાલુકાના સપ્રેડા ગામ ખાતે મનરેગા યોજનામાં ગેરરીતિઓ કરવામાં આવી હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી. આ અગાઉ પણ ગામલોકો દ્વારા વાવ તાલુકા પંચાયત અધિકારીને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
કોઈ તપાસ ન થતા ગ્રામજનો ભૂખ હડતાલ પર બેઠા
આ અગાઉ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મનનરેગા યોજનામાં થયેલા ગેરરીતિઓની તપાસ નહીં થાય તો 7 દિવસમાં સપ્રેડા ગામના યુવાનો ન્યાય માટે ભૂખ હડતાળ ઉપર બેસશે. જો કે, હજૂ સુધી કોઈ તપાસ ન થતા તાલુકા પંચાયતની કચેરી ખાતે સપ્રેડા ભૂખ હડતાલના બેનર લગાવી ઉપવાસ પર બેસી ગયા હતા.
વાવ TDO દ્વારા આશ્વાસન આપતા ભુખ હડતાળ સમેટાઇ
તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયત અધિકારીએ સપ્રેડા ગામના યુવાનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, તમે ઉપવાસ સમેટી લો તારીખ 3-નવેમ્બરના રોજ આ કૌભાંડની તપાસ કરવા માટે ટીમ આવી જશે. આ સમગ્ર બાબતે કાયદેસરની તપાસ થશે. જે બાદ ગામલોકોએ ભૂખ હડતાલ સમેટી લીધી હતી.
31 ઓક્ટોબર - વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ
બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામમાં વર્ષ 2017-18 અને 2019માં મનરેગા યોજનામાં કામગીરી કરવામાં આવી હતી, જેની અંદર મોટા પ્રમાણમાં સપ્રેડા ગામમાં કામગીરી કરવામાં આવી હતી. કામગીરીની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ ગ્રામજનો દ્વારા ટી.ડી.ઓને કરવામાં આવી હતી, ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય તો ભૂખ હડતાળ પર બેસવાની અરજદારોએ ચીમકી આપી છે.
1 ઓગસ્ટ - હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા યોજના કૌભાંડ બાબતે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો
બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ થયાનો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે રવિવારે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો. જો કે, આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
2 ઓગસ્ટ - મનરેગા કૌભાંડના આક્ષેપ અંગે બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો
બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ થયાનો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે રવિવારે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો. જો કે, આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
3 ઓગસ્ટ - બનાસકાંઠામાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
અમીરગઢ પાસે આવેલા બાલુન્દ્રા ગામમાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા બાદ હવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અમીરગઢ પોલીસે હાલ સમગ્ર કૌભાંડ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
6 સપ્ટેમ્બર - અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો થતા હોવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેથી બાલુન્દ્રા મૂકામે થયેલા ભ્રષ્ટાચારમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના(મનરેગા)?
કેન્દ્વ સરકારે તારીખ 7 સપ્ટેમ્બર, 2005થી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો હતો અને ફેબ્રુઆરી 2006થી આ કાયદો અમલમાં આવ્યો છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ નથી. સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેમના અધિકાર સ્વરૂપે પુરુ પાડી શકે તેવો કાયદો છે.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્તવયનાં સભ્યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્ત વયનાં સદસ્યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે?
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇસિગગુક હોય તેવા દરેક કુટુંબના જીવનનિર્વાહની તકો વધારવા માટે કુટુંબદીઠ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબોને લઘુતમ રોજગારી મળી રહે.
- દુષ્કાળ અને રોજગારીના દિવસોમાં ગ્રામ્ય લોકોને કામ મળી રહે
- ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા
- ગ્રામ્ય વિકાસમાં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા
યોજનાના લાભ
- સામાજિક સુરક્ષા : મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્ય વિસ્તારોમાં નિવાસ કરતાં જરૂરિયાત મંદ કુટુંબોને આજીવીકાના અવસરો આપવામાં મદદરૂપ બને છે
- આજીવીકા સુરક્ષા સાથે ગ્રામ્ય વિસ્તારમાં ટકાઉ અસ્કયામતોનું નિર્માણ
- જળસુરક્ષાની સ્થિતિમાં સુધાર અને જમીનની ઉત્પાદકતામાં વધારો
- ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કાળ નિવારણ અને પુર નિયંત્રણ
કામના પ્રમાણમાં વેતન ચુકવામાં આવે છે. આ અંગે ખાસ NREGAના શ્રમિકો માટે શ્રમિકોને વ્યાજબી વેતન મળી રહે, તે માટે તારિખ 1/4/2018થી રૂપિયા 194/ - દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.