બનાસકાંઠા: જિલ્લાનું ડીસા હવે બટાટા બાદ રાજગરાનું હબ (Deesa is now hub of Rajgara)બની રહ્યું છે. ગુજરાતમાં સહુથી વધુ રાજગરાની આવક ( Rajgar Bumper income in deesa)ધરાવતા ડીસા માર્કેટ યાર્ડમાં આ વર્ષે રાજગરાના ભાવ સિઝનમાં ઓલટાઇમ હાઇ પહોંચી ગયા છે. વાવેતર ઓછું થવાના લીધે અને યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પગલે રાજગરાના ભાવ આ વર્ષે સિઝનમાં ઓલટાઇમ પર પહોંચ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતીક્ષેત્રે આગળ--- બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે. જિલ્લામાં સૌથી વધુ ખેતી કરી ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હવે દિવસેને દિવસે જે પ્રમાણે ખેત પેદાશોમાં નવી નવી ટેકનોલોજી આવી છે. તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે. પાણીની અછત ધરાવતો બનાસકાંઠા જિલ્લો હવે સૂકા રણમાંથી પણ ખેત પેદાશ મેળવી કમાણી કરી રહ્યા છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને પાકોનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ તેની સામે ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
માર્કેટયાર્ડમાં રાજગરની રેકોડબ્રેક આવક નોંધાઈ---બનાસકાંઠા જિલ્લાના ડીસાનો મુખ્ય રવિ પાક બટાટા (Deesa's main prime crop is potatoes)છે. ગુજરાતમાં બટાટાનું સહુથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (Deesa Agricultural Produce Market Committee)રાજગરાની પણ બમ્પર આવક નોંધાઈ રહી છે. અને વર્ષ દરમ્યાન એક લાખ કરતાં પણ વધારે રાજગરાની બોરીની આવક( Rajgar Bumper income in deesa) થઈ રહી છે. ગુજરાતમાં જીરાની આવકમાં(Cumin income in Gujarat) જે રીતે ઊંઝા નામના ધરાવે છે. તેવી જ રીતે રાજગરાની આવકમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પર ડીસા (Deesa at number one in Gujarat)પહોંચી ગયું છે. ત્યારે આ વર્ષે ઉત્પાદન ઓછું થઇ છે. પરંતુ હાલમાં ઉત્તર ગુજરાતમાં (North Gujarat)સૌથી વધુ રાજગરાની આવક ડીસા માર્કેટયાર્ડમાં નોંધાઇ છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં ઇઝરાયેલ ખેતી પદ્ધતિથી ખેડૂતો કરી રહ્યાં છે લાખોની કમાણી
રાજગરની માંગમાં વધારો થયો--- રાજગરાની વાત કરવામાં આવે તો રાજગરાનો મુખ્ય ઉપયોગ બેકરીની બનાવટમાં થતો હોય છે અને તેના લીધે વિદેશોમાં પણ રાજગરાની ખૂબ જ માંગ(International Demand Of Rajagara) રહેતી હોય છે. આ વર્ષે ડીસામાં રાજગરાની આવકની શરૂઆત થઈ ચૂકી છે અને રાજગરાની આવક શરૂ થતાં બજારમાં રાજગરાના ભાવો પ્રતિ વીસ કિલો 900 થી 1000 રૂપિયા જેટલા રહેતા હોય છે. પરંતુ આ વખતે રાજગરાની આવક શરૂ થઈ ચૂકી છે. રાજગરાના પ્રતિ વીસ કિલોના ભાવ 1500થી 1535 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ ભાવો આગામી સમયમાં પણ ઊંચા જવાની શક્યતા જોવા મળી રહી છે. રાજગરાના અત્યારે જે ભાવો 1500થી 1535 રૂપિયા છે તે ભાવ ઓલ ટાઈમ હાઇ હોવાનું ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના (Deesa Agricultural Produce Market Committee)સેક્રેટરીએ જણાવ્યુ છે.
આ પણ વાંચો: ડ્રેગન ફ્રુટનું નામ બદલી કમલમ કરવા અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા
યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર ભાવ પર જોવા મળી---રાજગરાના ભાવો અત્યારે સિઝનમાં પણ 1500 રૂપિયાની સપાટી આંબી ચૂક્યા છે. અચાનક રાજગરાના ભાવોમાં થયેલા આ વધારા પાછળના મુખ્ય કારણોમાં રાજગરાનું ઓછું વાવેતર અને યુક્રેન રશિયા (Ukraine Russia war effect) વચ્ચે ચાલી રહેલું યુધ્ધ પણ જવાબદાર છે. ત્યારે આગામી સમયમાં સિઝન પૂરી થયા બાદ રાજગરાના ભાવો બે હજાર રૂપિયાની સપાટી વટાવી જાય તો નવાઈ નહીં.