ETV Bharat / state

Banaskantha Crime કારીગરે શેઠને લૂંટવાનું કાવતરું રચ્યું, નકલી ઇન્કમટેક્સ અધિકારી બની છેતરપિંડી આચરી - Deesa Crime News

બનાસકાંઠાના જુનાડીસા ગામે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓની ટોળકીને (Banaskantha Crime case) ઝડપાઈ છે. જુનાડીસા ગામે સોની પરિવારની ત્યાં લગ્ન પ્રસંગના માહોલમાં આઇડેન્ટી કાર્ડ બતાવી 4.35 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud case in Junadisa) આચરી ટોળકી ફરાર થઇ ગઇ હતી. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા આ ટોળકીને ઝડપી લેવાઈ છે. (Banaskantha Fake Income Tax Officer Fraud)

કારીગરે સેઠને લૂંટવાનું કાવતરું રચ્યું, નકલી ઇન્કમટેક્સ અધિકારી બની છેતરપિંડી આચરી

author img

By

Published : Jan 5, 2023, 4:15 PM IST

Updated : Jan 5, 2023, 4:49 PM IST

જુનાડીસા ગામના નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયા

બનાસકાંઠા : ડીસા પાસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની સોની પરિવાર સાથે છેતરપિંડી (Banaskantha Fake Income Tax Officer Fraud) આચરનાર ટોળકીને જિલ્લા LCBની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. સોની પરિવારને ત્યાં કામ કરતો અને દીકરાની જેમ રાખતા કારીગરે જ સેઠને લૂંટવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ટોળકીના ચાર સાગરીતોની (Banaskantha Crime case) અટકાયત કરી 2.65 લાખ રૂપિયાનો કબજે કર્યો છે અને ફરાર બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

જુનાડીસા ગામે છેતરપિંડીની ઘટના સામે આવી ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની જ્વેલર્સની દુકાન ચલાવે છે. તેમની દીકરીના લગ્ન હોય તેઓ સગા સંબંધીઓ પાસેથી પ્રસંગ માટે પૈસા લાવ્યા હતા અને ઘરમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો હતો. તેમજ મહેન્દ્ર સોની પોતાના પરિવાર સાથે ઘરે હતા તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા પાંચ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઇડેન્ટી કાર્ડ (income tax department Banaskantha) બતાવી સોની પરિવારને ડરાવી તેમની પાસેથી ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયાના માલમતાની છેતરપિંડી આચરી ટોળકી ફરાર થઇ ગઇ હતી. જે બનાવો અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ જિલ્લા LCBની ટીમે નકલી અધિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો પૈસા ટ્રાન્સફર, બેંકમાંથી બોલુ છુ કહીને મહિલા સાથે લાખોની છેતરપીંડી કરનારો બંગાળથી ઝડપાયો

ગણતરીના કલાકોમાં ઇન્કમટેક્સના અધિકારી ઝડપાયા આ સમગ્ર ઘટનામાં ફરિયાદી પાસેથી તમામ વિગતો મેળવતા પોલીસને તેમની પડોશમાં રહેતો નરેશ ઉર્ફે નરસિંહ ઠાકોર અગાઉ તેમની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હતો. જેથી મહેન્દ્ર સોનીના સ્વભાવથી લઈ તેમના ઘરની તમામ ગતિવિધિથી તે વાકેફ હતો. તેના પર શંકા જતા પોલીસે તેની ગતિવિધિ પર નજર રાખી તેને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેને સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી. તેમજ તેને તેના મિત્રો સાથે મળી તેના પૂર્વ શેઠને લૂંટવાનું કારસો રચ્યો હતો. જેથી LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ટોળકીને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધી છે. (Deesa Fake Income Tax Officer Fraud)

આરોપીની ઓળખ જેમાં જુનાડીસા ગામના નરેશજી ઉર્ફે નરસિંહ ઠાકોર, શ્રવણ ઠાકોર, ધારશીજી ઠાકોર અને રાહુલજી ઠાકોરની અટકાયત કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપી પીન્ટુજી ઠાકોર અને લાલભા વાઘેલા ફરાર હોય તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આ આરોપીઓ અન્ય કોઈ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (Fake Income Tax Officer Scam in Junadisa)

આ પણ વાંચો માત્ર એક સમાજના વિઝાના બહાને કરોડોનું ફેરવ્યું ફૂલેકું

ગુનાહિત ઘટનાઓમાં વધારો બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે સતત ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈ લોકોમાં અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ, છેતરપિંડી, ચીલઝડપ જેવા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ તો અત્યાર સુધી રાત્રિનાં સમયે ગુનાહિત ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે ગુનેગારોને જાણે કોઈ પણ જાતનો ડર રહ્યો ન હોય તેમ દિવસે પણ છેતરપિંડી અને લૂંટ જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવી ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં બનતી આવી ઘટનાઓ અટકી શકે તેમ છે. (Deesa Crime News)

Last Updated : Jan 5, 2023, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.