ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ, જાણો કુલ પોઝિટિવ કેસની સંખ્યા

author img

By

Published : Sep 18, 2020, 6:09 PM IST

Updated : Sep 18, 2020, 6:29 PM IST

બનાસકાંઠામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ રોજના 20થી 25 પોઝિટિવ કેસો નોંધાતા હતા. જે હવે વધીને ડબલ થઇ ગયા છે. જિલ્લામાં રોજના 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 2,000, જ્યારે ડીસામાં 600 સુધી પહોંચી છે. આ ઉપરાંત કોરોનાથી થયેલા મોતનો આંકડો પણ બનાસકાંઠા જિલ્લામાં 57 તેમજ ડીસા 27 સુધી પહોંચતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ રોજના 20થી 25 પોઝિટિવ કેસો નોંધાતા હતા. જે હવે વધીને ડબલ થઇ ગયા છે. જિલ્લામાં રોજના 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 2,000, જ્યારે ડીસામાં 600 સુધી પહોંચી છે. આ ઉપરાંત કોરોનાથી થયેલા મોતનો આંકડો પણ બનાસકાંઠા જિલ્લામાં 57 તેમજ ડીસા 27 સુધી પહોંચતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે.

ETV BHARAT
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ

સરકાર દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ શરૂ કરતાની સાથે જ જિલ્લામાં વધુને વધુ દર્દીઓ ડિટેકટ થવા લાગ્યા છે. જેમાં ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીનો 14 સપ્ટેમ્બરના રોજ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત 2 દિવસ અગાઉ ડીસાના મામલતદાર ડી.વી વણકરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ

જિલ્લામાં લોકોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. આ સાથે જ લોકડાઉન ખુલતાની જ સાથે લોકો વધુને વધુ બેદરકાર બન્યા છે. આરોગ્ય વિભાગ અને સરકાર વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો સંપૂર્ણ ઉપયોગ કરતા નથી. જાહેર મેળાવડાઓ કે પ્રસંગોમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે.

હાલ બનાસકાંઠા જિલ્લામાં રોજના 4,000થી પણ વધુ લોકોના રેપિડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. જેમાંથી રોજના 50થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડિટેક્ટ થાય છે. જેથી ક્યાંકને ક્યાંક લોકોમાં હજૂ પણ કોરોનાને લઇ ડર છે.

Last Updated : Sep 18, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.