- પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાની ચૂંટણી તૈયારી
- કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
- સ્પોર્મેટસમેન સ્પીરિટથી ચૂંટણી લડવા તમામ નેતાઓને અનુરોધ
બનાસકાંઠા : 23મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા તેમજ ભાભર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, તેમજ થરા અને ધાનેરા પાલિકાની પેટા ચૂંટણી તેમજ 28 ફેબ્રુઆરીના દિવસે કાંકરેજ અને મોટી મહુડી સીટની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતા જળવાય તેમજ કાયદા અને વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય અને સાથે કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે કોવિડ-19ની સરકારની S.O.P.નું પાલન કરવા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો સાથે કલેકટરે બેઠક યોજી હતી. જેમાં આ તમામ મુદ્દે પૂરતી કાળજી લઈ સ્પોર્મેટસમેન સ્પીરિટથી ચૂંટણી લડવા તમામ નેતાઓને અનુરોધ કરાયો હતો. બીજી તરફ તમામ રાજકીયપક્ષોએ ચૂંટણીતંત્રની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાની ખાત્રી આપી હતી.