ETV Bharat / state

Banaskantha Abhayam 181 Help : બનાસકાંઠા 181 અભયમની ટીમે મૈસુરની મૂકબધિર મહિલાનું પતિ સાથે પાલનપુરમાં મિલન કરાવ્યું - મૂકબધિર યુવતીનું પતિ સાથે મિલન

પાલનપુર રેલવે સ્ટેશને ભૂલી પડેલી એક યુવતીને અભયમ દ્વારા મદદ (Banaskantha Abhayam 181 Help )કરવામાં આવી હતી.બનાસકાંઠા 181 અભયમના કાઉન્સિલરે ગુમ થયેલ મહિલાનું તેના પતિ સાથે મિલન( Deaf and dumb woman reunited with husband ) કરાવ્યું હતું.

Banaskantha Abhayam 181 Help : બનાસકાંઠા 181 અભયમની ટીમે મૈસુરની મૂકબધિર મહિલાનું પતિ સાથે પાલનપુરમાં મિલન કરાવ્યું

author img

By

Published : Apr 13, 2022, 9:08 PM IST

પાલનપુર- સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 181 અભયમની ટીમે (Banaskantha Abhayam 181 Help )બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક મહિલાઓને પોતાનું સુખરૂપ જીવન અપાવ્યું છે. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશને એક યુવતી ભૂલી પડી હોવાનો કોલ મળતાં બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમાર અને મહિલા પોલીસ જ્યોતિબેન રેલવે સ્ટેશને (Palanpur Railway Station )ગયા હતા. જ્યાં યુવતી સાથે વાતચીત કરતાં તે મૂકબધિર હોવાનું જણાયું હતું. આથી હેડકવાર્ટસ સ્થિત 181 અભયમની ઓફિસે ( Deaf and dumb woman reunited with husband ) લઇ ગયા હતાં.

મૈસુરની મૂકબધિર યુવતીનો પતિ સાથે ફરી મનમેળાપ કરાવાયો

આ પણ વાંચોઃ 10 વર્ષ બાદ યુવતીને અમદાવાદ પોલીસ પરિવાર સાથે મિલન કરાવશે

સોશિયલ મીડિયાના માધ્યમથી મિલન કરાવ્યું - યુવતીને સરનામું લખવાનું કહેતા કન્નડભાષામાં સરનામું લખ્યું હતું. આથી કાઉન્સેલર જીનલબેને (Banaskantha Abhayam 181 Help )ગુગલમાં ગુજરાતી ભાષામાં ભાષાંતર કરતાં આ યુવતી મૈસુરની હોવાનું જાણવા મળ્યું હતું. તેણે આપેલા મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરી તેના પતિને પાલનપુર બોલાવાયો હતો. તે પણ મૂકબધિર હતો. આ મૂકબધિર યુવકને ફેસબુકના માધ્યમથી આ મૈસુરની મૂકબધિર યુવતી સાથે મિત્રતા થઇ હતી. આથી તે મૈસુર જઇ યુવતીને બનાસકાંઠાના પોતાના એક ગામમાં લઇ જઇ કોર્ટ મેરેજ કર્યા હતાં. તેમજ પાલનપુર પાતાળેશ્વર મંદિરમાં ફૂલહાર પણ કર્યાં હતાં. દરમિયાન બંને જણ તેમના મૂકબધિર મિત્રના ઘરે ગયાં હતાં. જ્યાં મિત્રની પત્નિ સાથે માથાકુટ થતાં તેણી ત્યાંથી નીકળીને પાલનપુર રેલવે સ્ટેશને (Palanpur Railway Station )આવી ગઇ હોવાનું જણાવ્યું હતું. યુવતીના પતિને પાલનપુર બોલાવી સહીસલામત મિલન કરાવાયું ( Deaf and dumb woman reunited with husband ) હતું.

181 અભયમના હેડે જણાવ્યો ઘટનાક્રમ -181 અભયમના હેડ ફાલ્ગુનીબેને જણાવ્યું કે ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં એક મુકબધીર યુવતી પાલનપુર રેલવે સ્ટેશન પર હોવાની માહિતી મળતાં જ અમારી ટીમ 10 મિનિટથી ઓછા સમયમાં ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં પહોંચ્યા પછી યુવતી ઈશારામાં વાત કરતી હતી, તો બીજી તરફ તે ગુજરાતી ભાષા જાણતી ન હતી, જ્યારે તેને જે લખીને બતાવ્યું તે ભાષા કન્નડ હતી, જે કાઉન્સિલરને પણ આવડતી ન હતી. જેથી કાઉન્સિલરે કન્નડ ભાષાને કન્વર્ટ કરી ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું. જેમાં તેને જણાવ્યું કે તેને ફેસબુકના માધ્યમથી મિત્રતાના આધારે અહીંના યુવક સાથે લગ્ન કર્યા છે. જેને યુવતીના માતા-પિતા તથા તેના પતિનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેના પતિને પાલનપુર બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તે પણ મૂકબધિર હતો, જેથી તેનું કાઉન્સિલરે કાઉન્સિલિંગ કર્યું અને સમગ્ર હકીકત જાણી હતી, જ્યારે યુવતીએ જણાવ્યું કે તેને ખેતી કામ કરતા આવડતું ન હતું, જ્યારે યુવતીની સાથે રહેલા અન્ય લોકો તેને ખેતી કામ કરવા દબાણ કરતા હોવાથી તે ત્યાંથી નીકળી રેલવે સ્ટેશન આવી પહોંચી હતી, જો કે સમયસૂચકતાને ધ્યાને લઇ 181 અભયમની અમારી ટીમ તરત પહોંચી બન્ને વચ્ચે ફરી મનમેળાપ કરાવ્યામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશથી દોઢ વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું સોમનાથની સંસ્‍થાએ પરિવાર સાથે મિલન કરાવ્‍યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.