વધુમાં આ ઘટના વિશે તમને જણાવીએ તો, ડીસા તાલુકાના મુડેઠા ગામમાં 15 વર્ષ અગાઉ વિજુભા મણાજી રાઠોડ નામનો શખ્સ રહેતો હતો. જેને પાટણના બાવળા ગામની વતની અને ગામમાં જ રહેતી પરણિત ભીખી પંચાલ નામની મહિલા સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પતિ-પત્ની તરીકે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. પરંતુ સમાજની મર્યાદાઓ આડે આવતા તેઓએ બન્ને સાથે રહેવા માટે એક યુક્તિ વિચારી હતી.
જેમાં વિજુભા રાઠોડ, જેણાજી ઉમેડજી પરમાર અને વખતસિંહ દેવચંદજી પરમાર સહિત ત્રણ સાગરીતોએ ખીમાણા ગામની શારદા રાવળ નામની અસ્થિર મગજની મહિલાનું રાત્રીના સમયે જીપમાં અપહરણ કર્યું હતું.
તે પછી મહિલાને બાવળા ગામમાં લઈ જઈ તેની ઓળખ ન થાય તે રીતે સળગાવી દીધી હતી અને તેની ઓળખાણ ભીખી તરીકે થાય તે માટે બાજુમાં ભીખીના કાપડા અને અન્ય સાબિતીઓ મૂકી ત્યાંથી ભીખી પંચાલ અને વિજુભા રાઠોડ ફરાર થઈ મહેસાણા ખાતે રહેતા હતા.
તો બીજી તરફ ભીખી પંચાલની હત્યાના ખોટા ગુનામાં તેના સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ થતા તેમની ધરપકડ કરાઈ હતી.
જો કે, આ ઘટનાને 15 વર્ષ વિત્યા બાદ સમગ્ર ઘટનાનો ખુલાસો બહાર આવ્યો હતો. અઠવાડિયા અગાઉ 20 લાખની ઘરફોડ ચોરીમાં વિજુભાનું નામ ખુલતા જ પોલીસની સામે સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે હાલમાં ચારેય આરોપીઓની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પોતાની ચાલાકી અપનાવી ઘરફોડ ચોરીની સાથે એક થ્રિલર ફિલ્મ જેવો મર્ડરનો કેસ પણ સોલ્વ કર્યો હતો.