સમગ્ર વિશ્વમાં પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા આશરે 700 મિલિયન બાળકો પૈકી ત્રીજા ભાગના બાળકો કુપોષણ અથવા વધારે પડતા વજન કે જીવન પર્યંત આરોગ્ય સંબંધિત સમસ્યાથી પીડિત છે. જે બાળકોમાં કુપોષણ અંગે યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલાં કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે.
આ અંગે યુનિસેફના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર હેનરીટ્ટ ફોરે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, જો બાળકોને પૂરતું ભોજન નહીં લે તો તેઓનું જીવન પણ એકંદરે નબળુ જ રહેશે. આમ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીએ કુપોષણને નાથવા યુનિસેફમાં માર્ગદર્શન અને ભારત સરકારના સહયોગથી બાળકો માટે પોષણક્ષમ વાનગી બનાવી આપવાનું બીડુ ઝડપ્યું છે, જે બાળકો માટે અસરકારક સાબિત થઈ રહી છે .
આપણે આરોગ્યપ્રદ ભોજન માટેની લડતમાં સ્થિતિ ગુમાવી રહ્યા છીએ. આ સ્થિતિ ગરીબ અને મધ્યમ-આવક ધરાવતા દેશોમાં સવિશેષ જોવા મળે છે. વૈશ્વિક અર્થતંત્રને પ્રત્યેક વર્ષ કુપોષણનો આશરે 3.5 ટ્રીલિયન ડોલરનો બોજ પડે છે. વર્ષ 1990થી 2015 દરમિયાન ગરીબ દેશોમાં આશરે 40 ટકા જેટલો ઘટાડો થયો હોવા છતાં હજું પણ આશરે 149 મિલિયન જેટલા ચાર વર્ષ અથવા મોટી ઉંમરના બાળકો કુપોષણનો ભોગ બને છે અથવા તો આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક રીતે મુશ્કેલી ધરાવે છે. અત્યારે વિશ્વભરમાં વધુ 50 મિલિયન બાળકો વેસ્ટીંગ, દુબળાપણા તેમ જ માંદગીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં પણ સૌથી વધુ કુપોષણનો સામનો બનાસકાંઠા જિલ્લાના બાળકો કરી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લોએ આમ તો, અતિ પછાત અને અશિક્ષિત હતો. તેના કારણે લોકોમાં કુપોષણ અંગે પણ જાગૃતિ ન હોવાના કારણે મોટાભાગના બાળકો કુપોષિત હતાં. તેવામાં કુપોષણથી બાળકોને રક્ષિત કરવા માટે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. જેમાં યુનિસેફના નીતિ નિયમો અને માર્ગદર્શન તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી બનાસડેરીએ બાળકો અને માતાઓ તેમ જ સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ટેઈક હોમ રાશન પ્લાન્ટની શરૂઆત કરી છે.
બનાસ ડેરી સંચાલિત ડીસા પાલનપુર હાઈવે પર આવેલ બાદરપુરા ઓઇલ પ્લાન્ટ ખાતે હાલમાં આ ટેઈક હોમ રાસન પ્લાન્ટ કાર્યરત છે 24 કલાક કાર્યરત એવા આ પ્લાન્ટમાં રોજનો 200 ટનથી પણ વધારે પોષણ આહાર નો પેકિંગ કરવામાં આવે છે અત્યાધુનિક અને સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ આ પ્લાન્ટમાં સ્વચ્છતાથી લઈ ગુણવત્તા સુધીની તમામ બાબતોનું ચોકસાઈપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. હાલમાં આ પ્લાન્ટમાં 24 કલાક કામ ચાલે છે. જેમાં 200થી પણ વધુ લોકોની રોજગારી મેળવે છે.
ગરીબી અને નિરક્ષરતાના અભાવે મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન પૂરતો પોષણ આહાર લેતી નથી. જેના કારણે 0 થી 6 વર્ષના બાળકો સુધીમાં કુપોષણની ખામીઓ જોવા મળે છે. ત્યારે આવા બાળકોને અને સગર્ભા મહિલાઓને ખાસ પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આ પ્લાન્ટમાં પોષણક્ષમ આહારનું પેકિંગ કરવામાં આવે છે. જેમાં ઘઉં, ચોખા, દાળ, સોયાબીન, પામ તેલ અને વિટામિન્સને મિક્સ કરીને ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે. મહિલાઓ માટે પૂર્ણાશક્તિ બાળકો માટે બાળશક્તિ અને સગર્ભા મહિલાઓ માટે માતૃશક્તિ એમ ત્રણ પ્રકારની પ્રોડક્ટ તૈયાર થાય છે.
આ આહાર તૈયાર થાય તે પહેલા કાચા માલનું પણ લેબમાં ટેસ્ટ થાય છે અને આ પોષણક્ષમ આહાર તૈયાર થયા બાદ પણ તેની માઈક્રો લેબમાં ટેસ્ટીંગ થયા છે. ત્યારબાદ જ આ આહાર બાળકો અને મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આમ, બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કુપોષણ અસરગ્રસ્ત લોકોને પોષણક્ષમ આહાર આપવા માટે બનાસ ડેરીએ કાર્ય કરી રહી છે. જે અંતર્ગત ગુજરાતના 15 જેટલાં જિલ્લાઓમાં પોષણક્ષમ આહારનું પેકીંગ કરી પ્લાન્ટથી લોકોના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે બનાસ ડેરીએ આ કાર્ય શરૂ કર્યા બાદ કુપોષણમાં પણ ઉત્તરોત્તર ઘટાડો થયો હોવાનું બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.