ETV Bharat / state

બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ જાય છે. ત્યારે, આવનારા સમયમાં વિકટ બનતી જતી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે બનાસ ડેરી દ્વારા "બનાસ જળ શક્તિ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડીસા તાલુકાના ઝેરડા ગામના તળાવને ઉંડુ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"
બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"
author img

By

Published : Apr 21, 2021, 1:27 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ
  • જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની અછત સર્જાઈ
  • જિલ્લાના ત્રણેય જળાશયો કોરાકાટ જોવા મળી રહ્યા છે

બનાસકાંઠા: રણની કાંધીને અડીને આવેલા જિલ્લાને કારણે, દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી કરવા માટે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે. લોકોએ કિલોમીટર દૂર જઈ પીવા માટે પાણી ભરીને લાવવા પડે છે. દર વર્ષે ઉનાળામાં તમામ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે, ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"

આ પણ વાંચો: બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત બાદ ધાનેરના આસિયા ગામની ડેરી બંધ થતા પશુપાલકોમાં રોષ

જીવાદોરી સમાન જળાશયોમાં નહીવત પાણી

બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જીવાદોરી સમાન જળાશયોમાં પણ નહીવત પાણી છે. જેના કારણે ડેમ આધારીત અનેક ગામ હાલ પાણી વગર તરસી રહ્યા છે. મોટાભાગના ગામોમાં સરકાર દ્વારા પાણી એકઠું કરવા તળાવો પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ, ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ થયો હતો. જેના કારણે તમામ તળાવ કોરાધાકોર પડ્યા છે. જેના કારણે મોટાભાગના ખેડૂતો હાલ પાણી વગર ખેતી પણ કરી શકતા નથી. જેના કારણે હાલ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસ ડેરીએ "બનાસ જળ શક્તિ અભિયાનની શરૂઆત કરી

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ગ્રામીણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત વર્તાતી જાય છે. ત્યારે, ગામડાઓમાં વરસાદી પાણીનો સંચય થાય અને ઊંડા જઈ રહેલા પાણીના તળ સચવાય જેથી, ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થાય તે માટે બનાસડેરી દ્વારા ગામડે ગામડે તળાવ ઊંડા કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયુ છે. જે અંતર્ગત ડીસાના નાગફણાથી તળાવ ઊંડા કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જીલ્લામાં છેલ્લાં 10 વર્ષથી સતત પાણીના તળ નીચે જઇ રહ્યા છે.

બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ

આ પણ વાંચો: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પાણીના તળ 1000 ફૂટ સુધી પહોંચ્યાં

દસ વર્ષ પહેલા જે પાણી 200 ફૂટે મળી રહેતું હતું તે પાણીના તળ 1000 ફૂટ સુધી પહોંચી ગયા છે. જેના કારણે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ત્યારે, બનાસ ડેરી દ્વારા બનાસ જળ શક્તિ અભિયાનની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત ડીસા તાલુકાના નાગફણા, ઝેરડા, કુચાવાડા સહિતના 12 જેટલાં ગામના તળાવો ઊંડા કરવામાં આવશે. બનાસ ડેરીના ડિરેક્ટર રામજી દેસાઇના હસ્તે તેમજ બનાસ ડેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીસા તાલુકાના નાગફણા ગામેથી તળાવ ઊંડા કરવાનું શુભારંભ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.