- બનાસકાંઠા જિલ્લામાં કોરોના અટકાવવા આરોગ્ય વિભાગ મેદાનમાં
- કોરોના સંક્રમણ અટકાવવા યોજાઈ ફ્લેગમાર્ચ
- IMA અને ડોક્ટર્સ એસોસિએશન દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્રમણથી લોકોને સુરક્ષિત રાખવા જન-જાગૃતિ વધારવી ખુબ જ જરૂરી છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન અને ડોક્ટર એસોસિએશન દ્વારા પાલનપુર શહેરમાં રેલી સ્વરૂપે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. સાંસદ પરબત પટેલે જોરાવર પેલેસથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના અટકાવવા આરોગ્ય વિભાગ મેદાનમાં
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 70 થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. લોકજાગૃતિ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સમજણ આપવામાં આવી રહી છે. તેમ છતાં પણ લોકો હજુ સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં જો લોકો પોતાનું ધ્યાન નહીં રાખે તો હજુ પણ કોરોના કેસમાં વધારો થાય તો નવાઇ નહીં.