ETV Bharat / state

બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. દર્દીઓને કોરોના સંક્રમણથી બચવા સરકારી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે. બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીએ બનાસડેરી સંલગ્ન ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ પાલનપુરની મુલાકાત લઈને જિલ્લામાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પાલનપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી
author img

By

Published : Apr 14, 2021, 1:58 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને રેમડેસીવીરનો અપૂરતો જથ્થો
  • હોસ્પિટલમાં બેડ હાઉસફુલ, નવા દર્દીઓને ખાનગી તેમજ સરકારી સિવિલ હોસ્પિટલમાં પણ નથી મળતો પ્રવેશ
  • કોવિડની સમસ્યાઓને ધ્યાને લઇને શંકરભાઇ ચૌધરીએ લીધી સિવિલ હોસ્પિટલની મુલાકાત

બનાસકાંઠા: હાલ કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. ત્યારે પાલનપુર હોટસ્પોટ બન્યું હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં અહીં પોઝિટિવ કેસો જોવા મળી રહ્યાં છે. જિલ્લાની સૌથી મોટી પાલનપુર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાસડેરીના ટ્રસ્ટ હસ્તક છે. તેથી હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરવા માટે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ

બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે

બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. દર્દીઓને કોરોના સંક્રમણથી બચવા સરકારી સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે, પરંતુ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઈ ગયા હોવાના કારણે નવા દર્દીઓને પ્રવેશ અપાતો નથી. તેમજ આ સિવિલ હોસ્પિટલ હાલ બનાસડેરીના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તેથી બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીએ બનાસડેરી સંલગ્ન ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ પાલનપુરની મુલાકાત લઈને જિલ્લામાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના તમામ ભરચક વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી દરરોજ કરાશે કોરોના ટેસ્ટ

તબીબો તેમજ મેડિકલ સ્ટાફ સાથે કરી ચર્ચા વિચારણા

હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ 127 બેડની જગ્યાએ 172 બેડની સુવિધા કરાઈ હોવા છતાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી નવા દર્દીઓને પ્રવેશ મળતો નથી. તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર તેમજ રેમડેસીવીર ઇન્જેકસનની પણ અછત ઉભી થઇ હોવાથી ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ હોસ્પિટલના મેડિકલ તબીબો તેમજ સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સંક્રમણને અટકાવવા અને કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે ઓક્સિજન કેનની વ્યવસ્થામાં 55થી વધારીને 95 કરવાનો અને વેન્ટિલેટરની સંખ્યા પણ 16થી વધારીને 24 કરવાની સૂચનાઓ શંકરભાઈએ આપી હતી. જરૂર જણાયે બેડની સંખ્યામાં પણ વધારો કરવાનું પણ તેઓએ સૂચવ્યું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં તેઓએ પાલનપુર સિવિલને રેમડેસીવીર ઈન્જેકશન સહિતની બધી જરૂરી સુવિધાઓ આપવાની ખાત્રી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.