બનાસકાંઠાઃ જિલ્લામાં સરકાર દ્વારા વિકાસના કામો માટે ગ્રામીણ અને શહેરમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો દુરઉપયોગ થતો હોય તેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના આસેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આસેડા ગામ શૌચાલય મુક્ત ગામ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ આસેડા ગામના સરપંચ અને તલાટી દ્વારા ગામમાં શૌચાલય બનાવામાં આવ્યા છે. તેમાં ગેરરીતિ થઈ હોવાના આસેડા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

આસેડા ગામમાં શૌચાલય બનાવામાં સરપંચ તેમજ તલાટી દ્વારા આસેડા ગામમાં અમુક લોકોના ઘરે શૌચાલય સારા બનાવાયા છે તો ક્યાંક શૌચાલય બનાવામાં આવ્યા નથી તો વળી અમુક લોકોના ઘરે શૌચાલય બનાવાયા છે. તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે. સરપંચ તેમજ તલાટી દ્વારા પૈસા બારોબાર પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આસેડા ગામમાં શૌચાલય મામલે ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા શૌચાલયમાં ભષ્ટાચાર આચરવામાં આવ્યું છે. આ મામલે અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આજે ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અમને ન્યાય નહિ મળે તો આગામી સમયમાં પાલનપુર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.